×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સુપ્રિમનો મોટો ચુકાદો: હિન્દૂ મહિલા પિતાના પરિવારને બનાવી શકે છે પોતાની સંપત્તિમાં વારસદાર


નવી દિલ્હી, તા. 24 ફેબ્રુઆરી 2021, બુધવાર

સંપત્તિમાં વારસદારને દેશની સર્વોચ્ચ અદાલતે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે.  જેમાં હિન્દુ મહિલાના પિતાની તરફથી આવત લોકો તેમની સંપત્તિમાં વારસદાર ગણી શકાય છે. બીજી તરફ આ પરિજનોને પરિવારથી બહારના વ્યક્તિઓ તરીકે ગણી શકાય નહીં, તેઓ હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમની કલમ 15.1.D ના કાર્યક્ષેત્ર હેઠળ આવશે અને સંપત્તિનો વારસદાર પણ ગણાશે.

સુપ્રિમ કોર્ટે પોતાના આ નિર્ણયમાં જણાવ્યું કે મહિલાના પિતાની તરફના કુટુબીજનો હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમની કલમ 15.1.D ની હેઠળ આવશે. જસ્ટિસ અશોક ભૂષણની ખંડપીઠે જણાવ્યું કે કલમ 13.1.Dને સાંભળીને સ્પષ્ટ કર્યું છે કે પિતાના ઉત્તરાધિકારીઓને વારસદાર માનવામાં આવ્યા છે. જે સંપતિ મેળવનાર હકદાર છે, પરંતુ જ્યારે મહિલાના પિતાની તરફના કુંટુંબીજનોન શામેલ કરવામાં આવવામાં છે. જે સંપત્તિને પ્રાપ્ત કરી શકે છે. તો આ પરિસ્થિતિમાં એવું ના રહી શકાય કે તેઓ પરિવાર માટે અજાણ્યા લોકો છે, અને મહિલાના પરિવારના સભ્યો નથી.

શું છે સમગ્ર મામલો

કોર્ટે આ વ્યવસ્થા એક એવા મામલામાં આપી છે, જેમાં જગ્નો નામની એક મહિલાને તેના પતિની સંપત્તિ મળી હતી. પતિનું 1953માં મોત થઇ ગયું હતુ. તેનું કોઇ સંતાન ન હતુ. તેથી કૃષિ સંપત્તિનો અડધો હિસ્સો પત્નીને મળ્યો હતો. ઉત્તરાધિકાર કાયદા, 1956 બન્યા બાદ ધારા 14 અનુસાર, પત્ની સંપત્તિની એકમાત્ર પૂર્ણ વારસદાર બની ગઇ. તે બાદ જગ્નોએ આ સંપત્તિ માટે એક એગ્રીમેંટ કર્યુ અને સંપત્તિ પોતાના ભાઇના પુત્રોના નામે કરી દીધી. તે બાદ તેના ભાઇના દિકરાઓએ 1991માં સિવિલ કોર્ટમાં કેસ કર્યો કે તેને મળી સંપત્તિની માલિકી તેમના પક્ષમાં ઘોષિત કરવામાં આવે. જગ્નોએ તેનો વિરોધ ન કર્યો અને પોતાની ભલામણ આપી દીધી.

સુપ્રીમ કોર્ટના હિન્દુ ઉત્તરાધિકાર કાનૂનની ધારા 15.1.ડીની વ્યાખ્યા કરી

સુપ્રીમ કોર્ટે હિન્દૂ ઉત્તરાધિકાર કાનૂનની ધારા 15.1ડીની વ્યાખ્યા કરી અને કહેવામાં આવ્યું છે કે હિન્દૂ મહિલાના પિતા તરફથી આવેલ પરિજન અજાણ્યા નથી, તેઓ પણ પરિવારનો જ હિસ્સો છે. કાનૂનમાં આવેલ શબ્દ પરિવારને સંકીર્ણ અર્થ આપી નહિ શકાય, અને વિસ્તારિત અર્થમાં જોવું પડશે, જેમાં હિન્દૂ મહિલાનો પરિવાર પણ સામેલ હશે. કોર્ટે સાથે એ પણ સ્પષ્ટ કર્યું કે એવી સંપત્તિ જેમાં પહેલાથી અધિકાર સૃજિત છે, એના પર જો કોઈ સંસ્તુતિ ડિક્રી હોય છે તો એને રજીસ્ટ્રેશન એક્ટની ધારા 17.2 હેઠળ પંજીકૃત કરાવવાની જરૂરત નથી.

ભલામણ હુકમનામું પડકાર્યું

કોર્ટે સંપત્તિના સ્વામિત્વ મંજૂરી ડિક્રી સાથે જગ્નોના ભાઈના છોકરાના નામે કરી, પરંતુ સંપત્તિના આ સ્થાનાંતરણથી જગ્નોના પતિના ભાઈઓએ વિરોધ કર્યો અને તેને ભલામણ હુકમનામાને પડકાર ફેંકયો. તેઓએ કહ્યુ કે, હિન્દૂ વિધવા પોતાના પિતાના પરિવાર સાથે સંયૂકત હિન્દૂ પરિવાર નથી બનાવતી. જેથી તેના પિતાના બાળકોના નામે આ સંપત્તિ કરાઈ શકતી નથી. પારિવારિક સેટલમેન્ટ તે જ લોકો સાથે રાય છે, જેનો સંપત્તિમાં પહેલાથી જ અઘિકાર હોય છે. પણ હાઈકોર્ટે તેની યાચિકા ખારીજ કરી. જે બાદ તેઓ સુપ્રિમ કોર્ટમાં આવ્યા.