×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સીરમ ઇન્સ્ટિટ્યુટે કોવિશીલ્ડની કિંમતમાં ઘટાડો કર્યો, રાજ્યોને હવે 400ના બદલે 300 રુપિયામાં ડોઝ મળશે

નવી દિલ્હી, તા. 28 એપ્રિલ 2021, બુધવાર

દેશમાં કરોના રસીકરણનો ત્રીજો તબક્કો શરુ થઇ રહ્યો છે. તે પહેલા કોરના રસીની કિંમતોને લઇને વિવિદ ઉભો થયો છે. કોવિશીલ્ડ બનાવનાર કંપની સીરમ ઇન્સ્ટિટ્યુટે કોરોના રસીનો જો ભઆવ જાહેર કર્યો હતો તેના પર લોકોએ સવાલ ઉઠાવ્યા હતા, કારણ કે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારો માટે અલગ અલગ ભાવ નકકી કરાયો હતો. ત્યારે હવે સીરમ ઇન્સ્ટિટ્યુટ દ્વારા રાજ્ય સરકારો માટે કોરોના વેક્સિનના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે સરકારે આ પહેલા સીરમ ઇન્સ્ટિટ્યુટ અને ભારત બાયોટેકને રસીના ભાવમાં ઘટાડો કરવાનું કહ્યું હતું. ત્યારબાદ આજે સીરમ ઇન્સ્ટિટ્યુટના સીઇઓ અદાર પૂનાવાલાએ રાજ્ય સરકારો માટે કોરોના રસીના ભાવમાં 100 રુપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. તેમણે ટ્વિટ કરીને આ માહિતિ આપી છે. તેમણે કહ્યું કે રાજ્યોને વેક્સિનનો ડોઝ 400 રૂપિયાને બદલે 300 રૂપિયામાં આપવામાં આવશે.

જો કે અહીં એ વાત મહત્વની છે કે સીરમ ઇન્સ્ટિટ્યુટે માત્ર રાજ્ય સરકારો માટે રસીનો ભાવ ઘટાડ્યો છે, ખાનગી હોસ્પિટલો માટેની કિંમતમાં કોઇ ઘટાડો નથી કરાયો. ખાનગી હોસ્પિટલોને એક ડોઝ 600 રુપિયામાં મળશે.

અગદાર પૂનાવાલાએ ટ્વિટ કરીને કહ્યું કે સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા રાજ્યોને જે વેકસિન આપવામાં આવશે તેની કિંમત 400 રુપિયાથી ઘટીને 300 રુપિયા પ્રતિ ડોઝ કરુ છું અને આ નિર્ણય તત્કાલ પ્રભાવથી લાગુ પણ થશે. જેનાથી રાજ્યોના હજારો કરોડ રુપિયા બચશે. વધારે વેક્સિનેશન થઇ શકશે અને અગણિત જિંદગી બચાવી શકાશે.

સીરમ ઈન્સ્ટીટ્યૂટે 25 ટકા સુધી ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. સીરમે 400 રૂપિયાથી ભાવ ઘટાડીને 300 રૂપિયા કરી દીધો છે. આ કિંમત તાત્કાલિક ધોરણથી લાગુ કરવામાં આવશે. સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડને 70 ટકા સુધી પ્રભાવી બતાવવામાં આવી છે પરંતુ આ 90 ટકાથી પણ વધારે અસરકારક હોઈ શકે છે.