×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સીએમ રુપાણીની જાહેરાત : આવતીકાલથી રાજ્યના 10 જિલ્લામાં 18 વર્ષથી ઉપરના લોકોને રસી અપાશે

અમદાવાદ, તા. 30 એપ્રિલ 2021, શુક્રવાર

કેન્દ્ર સરકારે પહેલી મેથી દેશના તમામ 18થી 44 વર્ષના લોકોને કોરોના રસી આપવાની જાહેરાત કરી હતી. જો કે ત્યારે દેશમાં કોરોના વેક્સિનની અછત હોવાની વાત સામે આવી રહી છે. જેના પગલે દેશના ઘણા રાજ્યોમાં રસીકરણનો આ ત્રીજો તબક્કો શરુ થવામાં વિલંબ થઇ શકે છે. જો કે ગુજરતમાં પણ અત્યાર સુધી આવતીકાલ એટલે કે પહેલી મેથી ત્રીજા તબક્કાનું રસીકરણ શરુ થશે કે કેમ તેને લઇને અટકળો ચાલતી હતી. ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મુક્યો છે.

વિજય રુપાણીએ આવતીકાલે ગુજરાત રાજ્યના સ્થાપના દિનથી ગુજરાતમાં પણ ત્રીજા તબક્કાનું રસીકરણ શરુ કરવાની જાહેરાત કરી છે. જેમાં 18થી 44 વર્ષની વયના નાગરિકોને કોરોના વાયરસન રસી આપવામાં આવશે. જો કે અહીં તેમણે સ્પષ્ચતા કરી છે કે આવતીકાલથી માત્ર 10 જિલ્લાઓની અંદર જ 18 વર્ષ ઉપરના લોકના રસીકરણનો પ્રારંભ થશે. આ 10 જિલ્લા એવા છે, જે કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત છે. 

ક્યા 10 જિલ્લામાં રસીકરણ શરુ થશે?

1. અમદાવાદ

2. સુરત

3. ગાંધીનગર

4. ભરૂચ 

5. રાજકોટ

6. જામનગર

7. કચ્છ

8. મહેસાણા

9. વડોદરા

10. ભાવનગર

ગુજરાત પાસે હાલમાં ૪.૬૨ લાખ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ છે. વેક્સિનના સૌથી વધુ ડોઝ ધરાવતા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ ૧૧.૮૦ લાખ સાથે મોખરે જ્યારે ગુજરાતનો ક્રમ ૧૦મો છે. વિજય રૂપાણીએ આવતીકાલથી યુવાનોમાં શરૂ થતા કોરોના વેક્સિનેશનની કામગીરી અંગે કહ્યુ હતુ કે, પીએમ મોદી અને કેન્દ્ર સરકારની મદદથી ગુજરાતમાં આવતીકાલથી યુવાનોમા વેક્સિનેશન શરૂ થશે.