×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સીએમ ઉધ્ધવ ઠાકરેના પત્ની માટે આપત્તિજનક કોમેન્ટ કરનાર ભાજપ કાર્યકરની ધરપકડ

મુંબઈ,તા.12 મે 2021,બુઘવાર

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ ઠાકરે પર આપત્તિજનક ટિપ્પણી કરનાર ભાજપના કાર્યકરની પોલીસે ધરપકડ કરી છે.

પૂણેના એરપોર્ટ સ્ટેશન પર તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.રાજેન્દ્ર કાકડે નામના વ્યક્તિએ 7 મેના રોજ ફેસબૂક પર મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ ઠાકરે પર આપત્તિજનક ટિપ્પણી કરતી એક પોસ્ટ મુકી હતી.તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં છઆવી હતી.રાજેન્દ્રની સ્ટેશનરીની દુકાન છે અને પોલીસનુ કહેવુ છે કે, આરોપીએ જાહેર જીવનમાં સક્રિય અને પ્રતિષ્ઠા ધરાવતા રાજકીય વ્યક્તિત્વના સન્માનને ઠેસ પહોંચાડતી પોસ્ટ મુકી છે.

આ પહેલા પીએમ મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ પર પણ આ પ્રકારની પોસ્ટ પૂણેમાં કરાઈ હતી.જે બદલ પોલીસે એનસીપીના નેતા મોહસીન શેખ અને સ્વાભિમાની લુહાર સમાજ સંગઠનના નેતા શિવાજીરાવ જાવીરની ધરપકડ કરી હતી.

તેના અગાઉ 27 માર્ચથી 7 એપ્રિલ દરમિયાન શરદ પવારની સોશિયલ મીડિયામાં બદનામીના આરોપસર કેટલાક લોકો સામે કેસ કરવામાં આવ્યો હતો.