×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સિમ કાર્ડ વેચવા અને ખરીદવા અંગે કેન્દ્ર સરકારનો નવો નિયમ, ભંગ કર્યો તો થશે રૂ.10 લાખનો દંડ

નવી દિલ્હી, તા.17 ઓગસ્ટ-2023, ગુરુવાર

સરકારે સિમ કાર્ડ વેચવા અને ખરીદવાના નિયમો અંગે મોટો નિર્ણય લીધો છે. ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, જથ્થાબંધ સિમ કાર્ડ વેચવા માટે સિમ ડિલરો માટે પોલીસ વેરિફિકેશન ફરજીયાત કરાયું છે. સરકારના આ નિર્ણયથી ફ્રોડ સિમ કાર્ડના વેચાણ અને એક જ નામ અથવા આઈડી પર ઘણા સીમ કાર્ડના વેચાણ પણ રોક લાગી જશે. નવા નિયમના કારણે સ્પેમિંગમાં પણ ઘટાડો થઈ શકે છે.

52 મોબાઈલ કનેક્શન બંધ કરાયા, 67000 ડીલરોને બ્લેક લિસ્ટમાં નખાયા

નવા સિમ કાર્ડ અંગે સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. સરકારના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 52 લાખ મોબાઈલ કનેક્શન બંધ કરવામાં આવ્યા છે, જ્યારે 67000 ડીલરોને બ્લેક લિસ્ટમાં નખાયા છે. સિમ કાર્ડ ડીલરો વિરુદ્ધ મે-2023થી અત્યાર સુધીમાં 300 એફઆઈઆર કરાઈ છે. નકલી સિમ કાર્ડ ગેંગમાં સામેલ લગભગ 66000 વોટ્સએપ એકાઉન્ટ પણ બ્લોક કરાયા છે.

પોલીસ વોરિફિકેશન નહીં કરાવો તો 10 લાખનો દંડ

નવી ગાઈડલાઈન મુજબ પોલીસ વેરિફિકેશન વગર સિમ કાર્ડ વેચવા પર 10 લાખ રૂપિયાના દંડ ફટકારાશે. ટેલિકોમ મંત્રીના જણાવ્યા મુજબ દેશમાં લગભગ 10 લાખ સીમકાર્ડ ડીલર છે, જેમણે પોલીસ વેરિફિકેશન કરાવવું પડશે. આ ઉપરાંત બિઝનેસ (દુકાન)નું પણ કેવાયસી કરાવવું પડશે.

એક જ આધારકાર્ડ પર ચાલી રહ્યા હતા 658 સિમ કાર્ડ

દેશમાં દરરોડ સિમ કાર્ડ કૌભાંડની ઘટનાઓ બનતી હોય છે. તાજેતરમાં જ પોલીસે એક એવા ફ્રોડ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેમાં આધારકાર્ડનો દુરુપયોગ કરાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ એક જ આધાર કાર્ડ પર 658 સિમ કાર્ડ જારી કરાયા હતા અને આ તમામ સિમ કાર્ડનો ઉપયોગ થઈ રહ્યો હતો.