×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

‘સિદ્ધારમૈયા ડરી ગયા, હું તેમની જેમ દબાણમાં ઝુકતો નથી’ આખરે DK શિવકુમારે આવું કેમ કહ્યું

બેંગાલુરુ, તા.28 જૂન-2023, બુધવાર

કર્ણાટના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે ફરી મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની આકરી ટીકા કરી છે. શિવકુમારે આજે કહ્યું કે, 2017માં હું મુખ્યમંત્રી હોત તો તેમના બોસ સિદ્ધારમૈયાની જેમ પ્રજાના વિરોધથી દબાણમાં ઝુકી વિવાદાસ્પદ સ્ટીલ ફ્લાયઓવર પ્રોજેક્ટને રોકવાનો નિર્ણય ન કર્યો હતો. શિવકુમારે વિધાનસભામાં કેમ્પેગૌડા જયંતી પર બોલી રહ્યા હતા. અહીં તેમણે વિવિધ હિતધારકોને તેમના શહેરમાં સુરંગ અને ફ્લાયઓવર બનાવવા પર વિચાર કરવાની વિનંતી કરી છે.

સિદ્ધારમૈયા સ્ટીલ બ્રિજ બનાવવા માંગતા હતા, પણ...

શિવકુમારે કહ્યું કે, સિદ્ધારમૈયા સરકારમાં તેઓ સ્ટીલ બ્રિજ બનાવવા માંગતા હતા. આ પ્રોજેક્ટને લઈને હોબાળો અને ટીકા થઈ હતી. આ પ્રોજેક્ટમાં લાંચ અને ભ્રષ્ટાચાર થયો હોવાનું કહેવાયું હતું. સિદ્ધારમૈયા ગભરાઈ ગયા, તેમણે અને કે.જે.જ્યોર્જે (તત્કાલીન બેંગલુરુ સિટી ડેવલપમેન્ટ મિનિસ્ટર) પ્રોજેક્ટ આગળ વધારવા ઈન્કાર કરી દીધો હતો. જો હું અહીં હોત, તો હું ડરતો ન હોત. ભલે ગેમ તે થાય... મેં પ્રોજેક્ટ શરૂ કરી દીધો હોત અને બુલડોઝર ચલાવી દીધું હોત.

પ્રોજેક્ટ માટે 800થી વધુ વૃક્ષો કાપવાની વાત સામે આવતા નાગરિકો વિફર્યા

શિવકુમાર બસવેશ્વરા સર્કલથી હેબ્બલ જંક્શન સુધીના 6.7 કિમી લાંબા સ્ટીલ ફ્લાયઓવરનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેનો ખર્ચ રૂ.1761 કરોડ થવાનો હતો. આ પ્રોજેક્ટના કારણે શહેર સાથે એરપોર્ટની કનેક્ટિવિટી પણ વધવાની હતી. આ પ્રોજેક્ટમાં 800થી વધુ વૃક્ષો કાપવાની જરૂર હતી... જોકે નાગરિકોના ઉગ્ર વિરોધને પગલે સિદ્ધારમૈયા સરકારે 2017માં પ્રોજેક્ટ છોડી દીધો હતો. હાલના સમયમાં પણ હું કેટલાક નિર્ણયો લઈશ. બેંગલુરુના વિકાસ માટેના તેમના વિઝન વિશે વાત કરતા શિવકુમારે કહ્યું કે, હલ્લો મચાવનારાઓને ચીસો પાડવા દો... ઈંડા તૈયાર રાખો અને પ્રદર્શનકારીઓને ધરણા પર બેસવા દો. હું આગળ વધતો રહીશ. આ એવી તક છે, જેના કારણે આપણે કંઈક પાછળ છોડવું પડશે.