×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સિક્કીમ : સેનાના ટ્રક અક્સમાતમાં 16 જવાનો શહીદ, સેના-PM મોદીએ શોક વ્યક્ત કર્યો

ગંગટોક, તા.23 ડિસેમ્બર-2022, શુક્રવાર

ઉત્તર સિક્કીમથી એક મોટી દુર્ઘટના સામે આવી છે, જેમાં 16 જવાનો શહિદ થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. સિક્કીમના ઝેમામાં સેનાની બસ જઈ રહી હતી, ત્યારે અચાનક ટ્રક ઉંડી ખીણમાં ખાબકી હતી, જેમાં 16 જવાનો શહિદ થયા હોવાના અહેવાલો સાંપડ્યા છે. તો ચાર જવાનો ઈજાગ્રસ્ત થયા છે. દરમિયાન આ ઘટનાને પગલે બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. સિક્કિમમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. અહીં શુક્રવારે એક બસ ઊંડી ખીણમાં પડી જતાં 16 સેનાના જવાનો શહિદ થયા છે. ઘટના સ્થળે ભીડ એકઠી થઈ ગઈ છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં શરૂ કરી દેવાયું છે. આ અકસ્માત ઉત્તર સિક્કિમના લાચેનથી 15 કિમી દૂર ગેમા વિસ્તારમાં સર્જાયો હતો.

ચાલકે વાહન પર કાબુ ગુમાવ્યો

મળતી માહિતી મુજબ, સવારે સેનાના ત્રણ વાહનો સૈનિકોને લઈ જઈ રહ્યા હતા. આ કાફલો ચટનથી થંગુ તરફ જઈ રહ્યા હતા. ગેમા જવાના રસ્તે વળાંક પર એક વાહનના ચાલકે અચાનક વાહન પર કાબુ ગુમાવી દીધો હતો અને વાહન નીચે ખીણમાં ખાબક્યું હતું. માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અધિકારીઓ પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી પુરજોશમાં શરૂ કરી છે. કહેવાય છે કે 4 ઘાયલ જવાનોને હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે 3 જુનિયર કમિશન્ડ ઓફિસર અને 13 સૈનિકો અકસ્માતમાં શહિદ થયા છે.

ભારતીય સેનાએ દુઃખ વ્યક્ત કર્યું

ભારતીય સેનાએ આ દુર્ઘટના પર નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, તે આ દુઃખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારોની સાથે છે. પરિવારને દરેક શક્ય મદદ કરાશે. 

રાજનાથસિંહે ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો

રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, હું ઉત્તર સિક્કિમમાં એક માર્ગ અકસ્માતમાં ભારતીય સેનાના જવાનો શહિદ થતા તેઓ ખૂબ જ દુઃખી છું. તેમની સેવા અને પ્રતિબદ્ધતા માટે રાષ્ટ્ર તેમનો હૃદયપૂર્વક આભાર માને છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના...

સિક્કમની ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

.