×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સિંધુ બોર્ડર પર દેખાવો કરી રહેલા ખેડૂતોના ટેન્ટમાં આગ

નવી દિલ્હી, તા. ૨૦સંયુક્ત કિસાન મોરચા(એસકેએમ)ના શનિવારે દાવો કર્યો હતો કે દિલ્હી સિંધુ બોર્ડર પર એક ટેન્ટમાં લાગી હતી. ઉલ્લેખનીય છે કે આ જ સ્થળે ખેડૂતો ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યાં છે. એક દેખાવકારના જણાવ્યા આ ઘટના સવારે ૧૦ વાગ્યે નિર્માણાધીન ફલાયઓવરની પાસે બનાવવામાં આવેલા ટેન્ટમાં બની હતી. જો કે પોલીસ અને ફાયરબિગ્રેડ દ્વારા આ ઘટના અંગે કોઇ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. આંદોલનનું નેતૃત્ત્વ કરનાર આ કિસાન મોરચાએ જણાવ્યું હતું કે ટેન્ટ સંપૂર્ણ રીતે બળીને ખાક થઇ ગયો છે. એસકેએમએ દાવો કર્યો છે કે આગને ઓલવવાના પ્રયત્નો દરમિયાન એક વ્યકિત ઘાયલ થઇ છે. એક સિલિન્ડરમાં આગ લાગ્યા પછી ટેન્ટ બળી ગયું હતું. સંગઠને જણાવ્યું હતું કે ટેન્ટમાં જ્યારે આગ લાગી ત્યારે તેમાં ૧૦ થી ૧૨ લોકો હાજર હતાં. આગમાં પાંચ મોબાઇલ ફોન, ૨૦ ગાદલા, ૨૦ ખુરશીઓ અને અનાજ બળી ગયું છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર ત્રણ નવા કૃષિ કાયદાની વિરુદ્ધ દેખાવો કરી રહેલા હજારો ખેડૂતો ૨૬ નવેમ્બરથી દિલ્હીના ગાજીપુર, સિંધુ અને ટીકરી બોર્ડ પર દેખાવો કરી રહ્યાં છે. ખેડૂત આ કૃષિ કાયદાઓને રદ કરવા અને એમએસપી અંગે કાયદો બનાવવાની માગ કરી રહ્યાં છે.