×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સાવધાન ! દેશમાં રોજ વધી રહ્યા છે કોરોના કેસ, જુઓ 3 દિવસમાં કેટલા થયા પોઝિટિવ ?


ચીન અને અમેરિકાની સાથે જ સમગ્ર વિશ્વમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં પણ કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર,  ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 228 નવા કેસ નોંધાયા છે. આ સાથે, હવે સક્રિય કેસોની સંખ્યા વધીને 2,503 થઈ ગઈ છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં 275 લોકો કોરોનાથી સાજા થયેલા છે. જે બાદ રિકવરીની કુલ સંખ્યા વધીને 4,41,46,330 થઈ ગઈ છે. આ સાથે, હાલમાં રિકવરી રેટ 98.8 ટકા છે અને સક્રિય કેસ 0.01 ટકા છે.

છેલ્લા ત્રણ દિવસનું કોરોના અપડેટ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, મંગળવારના રોજ કોરોનાના 134 નવા કેસ નોંધાયા હતા. 4 જાન્યુઆરીએ 175 નવા કેસ નોંધાયા હતા. આ પછી, ગઈકાલે  કોરોનાના 188 નવા કેસ નોંધાયા હતા.

91 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે
મંત્રાલયના અહેવાલ મુજબ, દૈનિક સકારાત્મક દર 0.11 ટકા નોંધવામાં આવ્યો હતો, જ્યારે અઠવાડિયાનો સકારાત્મક દર 0.12 ટકા છે. દેશમાં કુલ 91.17 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને છેલ્લા 24 કલાકમાં 1,99,731 પરીક્ષણો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત છેલ્લા 24 કલાકમાં 46,450 ડોઝ આપવામાં આવ્યા છે.