×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સાળંગપુર હનુમાન મંદિર ખાતે ભવ્ય રંગોત્સવ : દાદાને 25 હજાર કિલો રંગ, ભક્તોને 1 હજાર કિલો ચોકલેટ અર્પણ



અમદાવાદ, 07 માર્ચ 2023, મંગળવાર

રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દરેક તહેવારની ઉજવણી કરવામાં આવે છે ત્યારે હોળી ઘુળેટી પર્વ નિમિતે દિવ્ય રંગોત્સનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. આ રંગોત્સવનું આયોજન વડતાલધામ દ્રિશતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુરધામના ઉપલક્ષયમાં યોજાયો હતો. આ હોળી-ધુળેટી પર્વ નિમિતે દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. 

50 હજારથી વધુ ભક્તો દાદાના રંગે રગાયા

દેશમાં તહેવારનું અનેરુ મહત્વ હોય છે અને રાજ્યમાં હાલ અનેક જગ્યાએ હોળી-ધુળેટી તહેવારની ઉજવણી ચાલી રહી છે ત્યારે સાળંગપુરના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરરમાં કષ્ટભંજનદેવ હનુમાન મંદિરે પણ આ તહેવારની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી. સંતો અને 50 હજાર કરતા વધુ ભક્તો દ્વારા મંદિરના પરિસરમાં રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. 

દાદાને 25 હજાર કિલો રંગ અર્પણ કરાયો હતો

આ ઉજવણીમાં 10 પ્રકારના 25 હજાર કિલો રંગ દાદાને અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઓર્ગેનિક રંગ ખાસ ઉદયપુરથી મંગાવાયા હતા. દાદાને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા છંટકાવ કરવામાં આવ્યા હતા રંગોની સાથે 1 હજાર કિલો ચોકલેટ પણ ભક્તો પર ઉડાવવામાં આવી હતી. આ ઉપરાંત 70થી 80 ફૂટ ઊંચા કલરના 250 બ્લાસ્ટ ઉપરાંત 100 ફૂટ ઊંચા કંકુ તેમજ 5 હજાર કિલો કલરને એર પ્રેશર મશીન વડે હવામાં ઉડાવવામાં આવ્યો હતો. આ રંગોત્સવમાં ખાસ નાસિકના 60 ઢોલીઓએ ધૂમ મચાવી હતી. ભક્તો હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવી હતી.