×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સાયલામાં 1400 કિલો ચાંદીની લૂંટનો કેસ, ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીને ઝડપ્યા,12ની શોધખોળ શરૂ



અમદાવાદ, 1 માર્ચ 2023 બુધવાર

18 ફેબ્રુઆરીના રોજ રાજકોટ-અમદાવાદ હાઈવે પર સાયલા નજીક રસ્તા વચ્ચે ત્રણ કાર ચાલકોએ એક કારચાલકને રોક્યો હતો. બે લોકો કારચાલકને અજાણી જગ્યાએ લઈ ગયા હતા. ત્યાર બાદ ગાડીમાંથી  જ્વેલરીનો સામાન લઈને ફરાર થઈ ગયા હતા. આ સમયે આશરે 1400 કિલોની ચાંદી તેમજ ઈમિટેશન જ્વેલરીની લૂંટ થઈ હતી. આ ચકચારી ઘટના બાદ રાજકોટ રેન્જની 15થી 17 ટીમ દ્વારા સમગ્ર પંથકમાં નાકાબંધી કરીને ફરાર થયેલા લૂંટારાને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડયાં છે. જ્યારે 12 આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ છે.

ક્રાઈમ બ્રાંચે ઓપરેશન ડીપ સર્ચ શરૂ કર્યું
ત્યાર બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને લૂંટારાઓને શોધવાનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ક્રાઈમ બ્રાંચે ઓપરેશન ડીપ સર્ચ શરૂ કરીને ગુનાવાળી જગ્યાની વિઝિટ કરીને ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સ માધ્યમથી તેમને હકીકત જાણવા મળી હતી કે, લૂંટ કર્યા બાદ મુદ્દામાલ જે ટ્રકમાં ભરીને ગયા હતાં તે ટ્રકની ઓળખ થતાં ટ્રનો માલિક દમણનો હોવાની જાણકારી મળી હતી. ત્યાર બાદ દમણમાં તપાસ કરતાં ટ્રકને મધ્યપ્રદેશમાં વેચી માર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ ગુનામાં જીતેન્દ્ર બાબુલાલ ઝાઝા તથા રામમૂર્તિએ તેમના સાગરીતો સુનીલ, હેમરાજ ઝાલા, સુરેશ ગંજા, સતિષ દાઢી તથા કમલ પટેલ મળીને ચાંદી તથા ઈમિટેશન જ્વેલરીની લૂંટ કરી હતી. 

મધ્યપ્રદેશમાં દાગીના મોકલી દેવાયા હતાં
ક્રાઈમ બ્રાંચે મધ્યપ્રદેશના દેવાસમાં જઈને તપાસ કરતાં માહિતી મળી હતી કે, આરોપીઓ ચૌબારાધીરા ગામમાં છુપાયેલા છે. જેથી 26 ફેબ્રુઆરીએ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ ગામમાં રહેતાં જીતેન્દ્ર જયંતીયા ચૌહાણના મકાનમાં જમીનમાં દાટી દીધેલા દાગીવના મળી આવ્યા હતાં. જેમાં ચાંદીની જ્વેલરી કુલ વજન ૭૫.૮૩૯ કિલો, જેની કુલ કિંમત, 49.29 લાખ, તથા ઈમિટેશન જ્વેલરી કુલ વજન, 6.280 કિલો જેની કુલ કિંમત 30 હજાર થાય છે. પોલીસે જીતેન્દ્ર ચૌહાણ, તેની પત્ની બબીતાની ધરપકડ કરી છે. આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે, જીતેન્દ્ર ઝાંઝાએ આ દાગીના છુપાવવા માટે 10 ટકા ભાગ માંગ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે, લૂંટ કરેલો મુદ્દામાલ તેઓ ટ્રકમાં છુપાવીને  મધ્યપ્રદેશ લઈ ગયાં હતાં. પોલીસે આ ટ્રકને પણ કબજે કરી છે.