×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સાયબર સુરક્ષા અને ડેટા પ્રાઈવસીના મુદે કેન્દ્ર સરકારની વિચારણા, કરી શકે છે આટલા બદલાવ

Image: Pixabay



કેન્દ્ર સરકાર સાયબર સુરક્ષા અને પ્રાઈવસીને લઈને મોટું પગલું લેવા જઈ રહી છે. આગામી દિવસોમાં, કેન્દ્ર સરકાર સ્માર્ટફોન નિર્માતાઓને પ્રી-ઇન્સ્ટોલ કરેલી એપ્સને દૂર કરવા અને સરકાર દ્વારા પ્રસ્તાવિત નવા સુરક્ષા નિયમો હેઠળ મુખ્ય ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ્સની ફરજિયાત સ્ક્રીનિંગની મંજૂરી આપવાનો આદેશ આપી શકે છે. 

ઘણી મોટી કંપનીઓને નુકશાન થવાની સંભાવના

જો કે નવા નિયમોની પ્રકૃતિ હજુ નક્કી કરવામાં આવી નથી, પરંતુ વિશ્વના બીજા સૌથી મોટા સ્માર્ટફોન માર્કેટ ભારત પર તેની મોટી અસર થવાની સંભાવના છે. સરકારના આ નિર્ણયથી Samsung, Xiaomi, Vivo અને Apple સહિત ઘણી મોટી કંપનીઓને નુકસાન થવાની સંભાવના છે.

IT મંત્રાલયની  નવા નિયમો વિચારણા

અહેવાલ મુજબ, યુઝર્સમાં જાસૂસી અને ડેટાના દુરુપયોગની ચિંતાઓને ધ્યાનમાં રાખીને IT મંત્રાલય આ નવા નિયમો વિચારણા કરી રહ્યું છે. રિપોર્ટમાં એક અધિકારીને ધ્યાને લઇ કહેવામાં આવ્યું છે કે, પહેલાથી ઇન્સ્ટોલ કરેલી એપ્સ સુરક્ષાની દ્રષ્ટિએ નબળી કડી બની શકે છે. સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે ચીન સહિત કોઈ વિદેશી દેશ આનો લાભ ન ​​લઈ શકે કારણ કે આ રાષ્ટ્રીય સુરક્ષાની બાબત છે.

 વૈશ્વિક સ્તરે પણ ઘણા દેશોએ ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે

કેન્દ્રએ 2020થી ચાઈનીઝ એપ્સની તપાસ વધારી છે. સાથે જ Tiktok સહિત 300 થી વધુ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. વૈશ્વિક સ્તરે પણ ઘણા દેશોએ હ્યુઆવેઇ અને હિકવિઝન જેવી ચીની કંપનીઓની ટેક્નોલોજીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. દુનિયાભરના દેશોને ડર છે કે ચીન આ ડેટાનો ઉપયોગ વિદેશી નાગરિકોની જાસૂસી કરવા માટે કરી શકે છે. જો કે, ચીને આ આરોપોને તદ્દન નકારી દીધો છે.