×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સામાન્ય માણસ સુધી રાહત પહોંચશે? જથ્થાબંધ મોંઘવારી પણ ઘટીને 3 વર્ષની નીચલી સપાટીએ


મોંધવારીની માર વચ્ચે સામાન્ય માણસ માટે રાહતના સંકેત દેખાઈ રહ્યા છે. રિટેલ મોંઘવારી બાદ હવે જથ્થાબંધ મોંઘવારી દરમાં પણ મોટો ઘટાડો થયો છે. એપ્રિલ મહિનામાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવાનો દર શૂન્ય પર આવી ગયો છે. લગભગ છેલ્લા 3 વર્ષમાં જથ્થાબંધ મોંઘવારીનું આ સૌથી નીચું સ્તર છે.

જુલાઈ 2020 પછી આ પ્રથમ વખત જથ્થાબંધ ફુગાવાનો દર શૂન્યથી નીચે ગયો

આજે રજૂ કરાયેલા સત્તાવાર આંકડા મુજબ એપ્રિલમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાનો દર ઘટીને માઈનસ 0.92 ટકા થઈ ગયો છે. જુલાઈ 2020 પછી આ પ્રથમ વખત છે જ્યારે જથ્થાબંધ ફુગાવાનો દર શૂન્યથી નીચે ગયો હોય. અગાઉ માર્ચ મહિનામાં પણ જથ્થાબંધ ફુગાવાના દરમાં મોટો ઘટાડો થયો હતો અને તે ઘટીને 1.34 ટકા પર આવી ગયો હતો.

સામાન્ય માણસ માટે બેવડી રાહત 

જથ્થાબંધ ફુગાવાનો દર સતત ઘટી રહ્યો છે. એપ્રિલ 2023એ સતત 11મો મહિનો છે, જ્યારે જથ્થાબંધ ફુગાવાના દરમાં ઘટાડો નોંધાયો હોય. ફેબ્રુઆરીમાં તે 3.85 ટકા અને જાન્યુઆરીમાં 4.73 ટકા હતો. સામાન્ય લોકો માટે આ બેવડી રાહત છે, કારણ કે અગાઉ જાહેર કરાયેલા છૂટક ભાવ આધારિત ફુગાવાના ડેટામાં પણ ઘટાડો થયો હતો. એપ્રિલ મહિનામાં છૂટક ફુગાવાનો દર 4.7 ટકા નોંધાયો જે માર્ચમાં 5.7 ટકા હતો. આ 18 મહિનામાં રિટેલ મોંઘવારીનો સૌથી નીચો સ્તર છે.