×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સામાન્ય જનતા માટે સારા સમાચાર! પેટ્રોલ-ડિઝલના ઘટી શકે ભાવ, પેટ્રોલિયમ મંત્રીનું રાહત ભર્યું નિવેદન


ક્રૂડ ઓઈલની સતત ઘટતી કિંમતોને કારણે ભારતીય ઓઈલ કંપનીઓ પર ભાવ ઘટાડવાનું દબાણ વધવા લાગ્યું છે. ભારતમાં એક વર્ષથી વધુ સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ તેમની ખોટ પૂરી ન થાય ત્યાં સુધી ભાવ ઘટાડવાનો વિચાર પહેલાથી જ નકારી દીધો છે. આ દરમિયાન સરકાર તરફથી આ અંગે નિવેદન પણ આવ્યું છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આજે કહ્યું કે, જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ સ્થિર રહેશે તો ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા અંગે વિચારણા કરવાની સ્થિતિમાં હશે.

આગામી ત્રિમાસિક પરિણામો સારા રહેશે: હરદીપ સિંહ પુરી

પેટ્રોલના ભાવ અંગેના જવાબ આપતા પુરીએ કહ્યું કે, તેઓ આ મુદ્દે કોઈ જાહેરાત કરવાની સ્થિતિમાં નથી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, તેલ કંપનીઓના આગામી ત્રિમાસિક પરિણામો સારા રહેશે. આગળ જઈને, અમે જોઈશું કે શું કરી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારી માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ છેલ્લા ક્વાર્ટરમાં ઠીક પ્રદર્શન કર્યું હતું.

મફતનું રાજકારણ ખતરનાક સાબિત થઈ શકે 

ભાજપ નેતાએ કહ્યું કે, સરકારે નક્કી કર્યું છે કે 22 એપ્રિલથી કિંમતોમાં વધારો ન કરવામાં આવે. તેમણે કહ્યું કે, સરકાર આગળ પર ધ્યાન આપશે કે ગ્રાહકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. પુરીએ વિપક્ષ પર રેવડી કલ્ચર કર્યાનો આરોપ મુકતાં કહ્યું કે કોઈ બધું જ મફતમાં આપવાની વાત કરે છે પરંતુ આ મફતનું રાજકારણ ખતરનાક સાબિત થઈ શકે છે.