×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સાંસદોના કુલ 748માંથી દ્રૌપદી મુર્મૂને મળ્યા 540 મત


- મુર્મૂને મળેલા સાંસદોના કુલ મતની વેલ્યુ 3,78,000 જ્યારે સિંહાને મળેલા સાંસદોના મતની વેલ્યુ 1,45,600 છે

નવી દિલ્હી, તા. 21 જુલાઈ 2022, ગુરૂવાર

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં સાંસદોના મતની ગણતરી સમાપ્ત થઈ ગઈ છે. રાયસીના હિલ્સની રેસમાં દ્રૌપદી મુર્મૂ આગળ નીકળી ગયા છે. સાંસદોના કુલ 748 મત પડ્યા હતા જેમાંથી દ્રૌપદી મુર્મૂને 540 મત મળ્યા છે. જ્યારે યશવંત સિંહાને 208 મત મળ્યા છે. 

સાંસદોના મતમાંથી 15 સાંસદોના મત ઈનવેલિડ થયા છે. મુર્મૂને મળેલા સાંસદોના કુલ મતની વેલ્યુ 3,78,000 છે. જ્યારે સિંહાને મળેલા સાંસદોના મતની વેલ્યુ 1,45,600 છે. 


રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે પ્રથમ રાઉન્ડની મત ગણતરી સમાપ્ત થઈ ગઈ છે. પ્રથમ રાઉન્ડમાં સાંસદોના મતની ગણતરી કરવામાં આવી હતી. ત્યાર બાદ બીજા તબક્કામાં 10 રાજ્યોમાં ધારાસભ્યોના મતની ગણતરી કરવામાં આવશે અને બીજા તબક્કાના પરિણામો જાહેર કરવામાં આવશે. રાજ્યોમાં આલ્ફાબેટ પ્રમાણે મત ગણતરી થશે. ત્યાર બાદ પછીના 10 રાજ્યોમાં ધારાસભ્યોના મતની ગણતરી કરાશે. 

આજે 11:00 વાગ્યે મત ગણતરીનો આરંભ થયો હતો અને બપોરે આશરે 2:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનડીએના રાષ્ટ્રપતિ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને મળવા માટે પહોંચ્યા હતા. 

આ પણ વાંચોઃ દ્રૌપદી મુર્મૂના વતનમાં ઉજવણીની તૈયારીઓ