×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સર્વેમાં ભાજપની હાર દેખાતા PM મોદી દોડતા થયાં, એક મહિનામાં આ રાજ્યમાં બીજો પ્રવાસ કરશે

Image: Twitter

 (Narendra Modi)



આગામી 10 ફેબ્રુઆરીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ પ્રવાસે જઈ રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી અંધેરી પૂર્વમાં દાઉદી બોહરા સમુદાયની અરબી એકેડમીના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે.  પીએમ મોદી બોહરા સમુદાયના પવિત્ર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાથે મંચ શેર એવી ધારણા પણ દર્શાવવામાં આવી રહી છે. આ પહેલા હમણાં જ 19 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ પ્રવાસે આવ્યા હતા. જ્યાં તેમણે અનેક વિકાસ યોજનાઓને લીલી ઝંડી બતાવી હતી. તેમણે મેટ્રો ફેઝ 2ની બંને લાઈનોનું ઉદ્ઘાટન કર્યું અને તેમાં મુસાફરી પણ કરી હતી.  

 પીએમ મોદી વંદે ભારત એક્સપ્રેસની બે ટ્રેનોને લીલી ઝંડી પણ આપી શકે
10 ફેબ્રુઆરીએ મુંબઈની મુલાકાત દરમિયાન પીએમ મોદી વંદે ભારત એક્સપ્રેસની બે ટ્રેનોને લીલી ઝંડી પણ આપી શકે છે. થોડા દિવસો પહેલા વડાપ્રધાન મોદીએ ભાજપના નેતાઓને બોહરા સમુદાય અને અન્ય મુસ્લિમ સમુદાયોને મળવાનું કહ્યું હતું સાથે તેમણે કહ્યું હતું ભલે તેઓ પક્ષની તરફેણમાં મત ન આપે તો પણ તેમને મળવાનું કામ કરવું જોઈએ. 

પીએમ મોદીએ પોતાની રણનીતિ બદલી: વિપક્ષ દ્વારા પ્રહાર
વિપક્ષ દ્વારા પ્રહારો થઇ રહ્યા છે કે, તાજેતરમાં થયેલા વોટર સર્વેમાં જે રીતે ભાજપને આગામી લોકસભા ચૂંટણીમાં નુકસાન થવાની વાત કહેવામાં આવી રહી છે. જે બાદ પીએમ મોદીએ પોતાની રણનીતિ બદલી છે અને તે અંતર્ગત તેઓ મુંબઈ પ્રવાસ પર આવી રહ્યા છે. 

BMC ચૂંટણીને લઈને ભાજપ અને ઉદ્ધવ જૂથની શિવસેના વચ્ચે ભારે હોબાળો  ચાલી રહ્યો છે
વિપક્ષ દ્વારા પીએમની 19 જાન્યુઆરીની મુલાકાત BMC ચૂંટણીને ધ્યાનમાં રાખીને હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.  આ વખતે BMC ચૂંટણીને લઈને ભાજપ અને ઉદ્ધવ જૂથની શિવસેના વચ્ચે ભારે હોબાળો ચાલી રહ્યો છે. ભાજપ કોઈપણ ભોગે આ વખતે BMCની સત્તા કબજે કરવા માંગે છે. આ કામ માટે તેમણે કોઈપણ ભોગે ઉદ્ધવ જૂથને હરાવવા પડશે. પીએમ મોદીની મુંબઈની છેલ્લી મુલાકાતને આગામી BMC ચૂંટણી માટે શંખનાદ તરીકે ગણવામાં આવી રહી છે.

સી-વોટર સર્વે અનુસાર મહારાષ્ટ્રમાં ભાજપને સૌથી વધુ નુકસાન
સી-વોટર સર્વે અનુસાર મહારાષ્ટ્રમાં ભાજપને સૌથી વધુ નુકસાન થવાનું છે. UPA મહારાષ્ટ્રમાં 34 લોકસભા બેઠકો જીતવાની આગાહી છે. દુબેએ કહ્યું કે વર્ષ 2014 અને 2019માં જ્યારે શિવસેના અને ભાજપે સાથે મળીને ચૂંટણી લડી હતી. ત્યારે બાળાસાહેબ ઠાકરેમાં માનનારા એક મોટા વર્ગે તેમને પોતાનો મત આપ્યો હતો. હવે આ ગઠબંધન નથી, તેથી પીએમ મોદી સમજી રહ્યા છે કે આવનારી ચૂંટણીમાં નુકસાન થઈ શકે છે. એટલા માટે તે મુંબઈ આવી રહ્યો છે.