'સરદાર પટેલ' સ્ટેડિયમનું નવું નામાભિધાન 'નરેન્દ્ર મોદી' સ્ટેડિયમસ્પોર્ટસ એન્કલેવ સાથે સરદાર પટેલનું નામ જોડાયું : ઓલિમ્પિક-એશિયાડ યોજી શકાય તેવી સુવિધા વિકસાવાશે
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,તા.24 ફેબ્રુઆરી 2021, બુધવાર
અમદાવાદનું સરદાર પટેલ સ્ટેડિયમને આજથીનરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકેનું નવું નામ આપવામાં આવ્યું છે. ભારત અને ઇન્ગ્લેન્ડ વચ્ચેની ડે-નાઈટ ટેસ્ટ મેચ પૂર્વે યોજવામાં આવેલા એક સમારોહમાં આ નામાભિધાન કરવામાં આવ્યું હતું. નવા સ્ટેડિયમનું લોકાર્પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યું હતું.વિશ્વના સૌથી મોટા અને આગવા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે નામના ધરાવતા આ સ્ટેડિયમમાં ૧.૩૨ લાખ પ્રેક્ષકોને બેસાડવાની ક્ષમતા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અંતરિયાળ વિસ્તારમાં રહેતા ખેલાડીઓને પણ પ્લેટફોર્મ પૂરું પાડશે.
આ પ્રસંગે લોખંડી પુરુષ સરદાર પટેલના નામ સાથે જોડીને સ્પોર્ટ્સ એન્ક્લેવનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું. તેમાં એક સાથે ૩૦૦૦ યુવાનો તાલીમ મેળવી શકે તેવી સુવિધાઓ ઊબી કરવામાં આવશે. સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ ૨૩૩ એકરમાં બનશે. તેની સાથે સાથે જ નારણપુરા વિસ્તારમાં ૧૮ એકર જમીન પર નવું સ્પોર્ટ્સ સંકુલ પણ આકાર પામી રહ્યું છે.
આ પ્રસંગે બોલતા રામનાથ કોવિંદે કહ્યં હતું કે ચાર દાયકા પૂર્વે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાાની ઝૈલસિંહ આ સ્ટેડિયમનું લોકાર્પણ કરવા આવ્યા હતા. આજે પુન:નિર્માણ પામેલા સ્ટેડિયમનું લોકાર્પણ કરવાનો મને અવસર મળ્યો તે માટે હું મારી જાતનો ભાગ્યશાળી ગણું છું. આ સ્ટેડિયમ પર ૧.૩૨ લાખ પ્રક્ષકો બેસી શકે તેવી સુવિધા છે. ૯૦,૦૦૦ પ્રેક્ષકોને બેસાડવાની ક્ષમતા ધરાવતું ક્રિકેટ ગ્રાઉન્ડ અત્યાર સુધી વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ગણાતું હતું. આ સ્ટેડિયમ પર ખેલાડીઓને અત્યાધુનિક સુવિધાઓ મળી રહેશે.
તેમણે કહ્યું હતું કે આ સ્ટેડિયમ માત્ર ક્રિકેટ પૂરતું સીમિત રહેશે નહિ. તે એક મલ્ટી સ્પોર્ટ્સ એન્ક્લેવ બની રહશે. આ સ્ટેડિયમ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ યોજવા સક્ષમ બનશે. આ સ્ટેડિયમ પર ફૂટબોલ, હોકી, બાસ્કેટબોલ, કબડ્ડી, બોક્સિંગ અને લૉન ટેનિસ જેવી રમતોનું આયોજન કરી શકાશે. આ પ્રસંગે બોલતા કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી કહેતા હતા કે જ્યાં સુધી રમતગમતના ક્ષેત્રમાં યુવાનો આગળ નહિ આવે ત્યાં સુધી દેશ આગળ વધી શકશે નહિ.
આ કલ્પનાને સાકાર કરવા જ પ્રધાનમંત્રીએ ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયાના અભિયાનનો આરંભ કર્યો છે. હવે ગુજરાત અને ભારતના ખેલાડીઓ રમતગમતમાં અગ્રહરોળમાં સ્થાન મેળવતા થાય તે દિવસો દૂર નથી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકેનું નામ આપવા બદલ કેન્દ્ર સરકાર અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો.
મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં અમદાવાદને આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડિયમ આપવાનું તેમનું સપનું સાકાર થયું છે. ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમે સ્વાગત પ્રવચનમાં બોલતા કહ્યું હતું કે ભારતનું નામ વિશ્વના રમતગમતને ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાય તેવા નરેન્દ્ર મોદીના સપનાંને સાકાર કરવામાં નવું સ્ટેડિયમ મહત્વની ભૂમિકા ભજવશે.
સ્ટેડિયમના નામમાંથી સરદાર પટેલની બાદબાકી થતાં વિવાદ
મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવાને પરિણામે સરદાર પટેલના નામને એક કોરાણે મૂકી દેવામાં આવ્યું હોવાનું જણાતા વિવાદ થયો હતો. પરિણામે ભાજપને વાત વાળી લેવાની ફરજ પડી હતી. આ મુદ્દે સ્પષ્ટતા કરદાં જણાવવામાં આવ્યું હતુ ંકે મોટેરા સ્ટેડિયમનું નામ બદલેની નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરાયું છે. સમગ્ર સ્પોર્ટ્સ એન્ક્લેવનું નામ સરદાર પટેલના નામથી જ ઓળખાશે. સ્ટેડિયમનું નામ બદલવાના પગલાને સોશિયલ મિડિયામાં સરદાર પટેલના અપમાન તરીકે ઓળખાવવામાં આવ્યું હતું
મેદાનમાં વરસાદ પડયા પછી 30 મિનિટમાં જ પાણી સૂકાઈ જશે
ત્રેંસઠ એકર જમીનમાં પથરાયેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૧.૩૨ લાખ પ્રેક્ષકો બેસી શકશે. ઓલિમ્પિક કક્ષાના ૩૨ ફૂટબોલ મેદાન જેટલું મોટું આ સ્ટેડિયમ છે. પાંસઠ હાથીઓના વજન જેટલું વજન ધરાવતી પ્રી કાસ્ટ એટલે કે અંગ્રેજીના અક્ષર વાય ના આકારની વિશિષ્ટ કોલમ પર આ સ્ટેડિયમ ટકેલું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું એક માત્ર સ્ટેડિયમ છે જેમાં મુખ્ય પીચ અને પ્રેક્ટિશ માટેની પીચ એક જ પ્રકારની જમીન પર તૈયાર કરવામાં ાવેલી છે. આ વિરોટ સ્ટેડિયમમાં ૧૧ પીચ છે. સ્ટેડિયમમાં અત્યાધુનિક સબ સોઈલ ડ્રેનેજની સિસ્ટમ બેસાડવામાં આવી છે. તેને કારણે વરસાદ પડયા પછી માત્ર ૩૦ જ મિનિટમાં વરસાદી પાણીનો નિકાલ કરી શકાય છે.તેથી વરસાદને કારણે મેચને રદ થતી અટકાવી શકાશે. નવા સ્ટેડિયમમાં એલઈડી લાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી ૪૦થી ૫૦ ટકા ઓછી વીજળી વપરાશે. સ્ટેડિયમમાં ૪ ડ્રેસિંગ રૂમ છે અને આધુનિક મશીનરીથી સજ્જ બે જિમ્નેશિયમ છે. તેથી એક જ દિવસમાં એકથી વધુ મેચનું આયોજન પણ કરી શકાશે.
સ્પોર્ટસ એન્કલેવ સાથે સરદાર પટેલનું નામ જોડાયું : ઓલિમ્પિક-એશિયાડ યોજી શકાય તેવી સુવિધા વિકસાવાશે