×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સરકાર મોતના આંકડા છુપાવે છે, રાજ્યમાં 2 લાખ લોકોના કોરોનાથી મોત થયાનો અમિત ચાવડાનો આક્ષેપ

-અમિત ચાવડાએ કોરોનાથી મૃત્યુ પામનાર દરેક વ્યક્તિના પરિવારને 4-4 લાખની સહાય કરવાની માંગ કરી

અમદાવાદ, તા. 10 મે 2021, સોમવાર

જ્યારથી કોરોના મહામારી સરુ થઇ છે, ત્યારથી રાજ્ય સરકાર દ્વારા કોરોના કેસ અને તેનાથઈ થતા મોતના આંકડો છુપાવવામાં આવતા હોવાના આક્ષએપો સતત થઇ રહ્યા છે. ત્યરે આજે ગુજરાત કોંગ્રેસા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ આજ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજીને સરકાર પર આક્ષેપ કર્યા છે. અમિત ચાવડાએ કહ્યું છે કે ગુજરાત રાજ્યમાં કોરોનાના કારણે 2 લાખ જેટલા મોત થયા છે, પરંતુ સરકાર આંકડા છુપાવી રહી છે. ઉપરાંત તેમણે કહ્યું કે સરકાર કોરોનાના નિયંત્રણમાં નિષ્ફળ ગઇ છે. રાજ્યસરકારના અણઘડ વહીવટ અને નીતિઓને કારણે અંધાધૂંધીનો માહોલ સર્જાયો છે.

અમિત ચાવડાએ કહ્યું કે રાજ્યમાં કોરોનાની સ્થિતિ ટલી ગંભીર બની કે બેડ, દવા, ઓક્સિજન, વેન્ટિલેટર ખૂટી પડ્યા. જેના માટે સરકારનો અણઘડ વહીવટ જવાબદાર છે. અમિત ચાવડાએ કહ્યું કે દરેક ડિઝાસ્ટરના બે પાસાઓ હોય છે, એક શિક્ષાત્મક અને બીજું કલ્યાણ પાસું. સરકાર લોકો પાસેતી દંડ વસુલીને શિક્ષામક પાસાનો અમલ તો કરે છે પરંતુ લોકોના કલ્યાણની અવગણના કરે છે. નેશનલ ડિઝાસ્ટર એક્ટ પ્રમાણે જ્યારે કોઇ કુદરતી આપદા આવે છે અને તેનાથી લોકોના મૃત્યુ થાય છએ. તો સરકાર તરફથી તેવા લોકોના પરિવારને સહાય કરવામાં આવે છે.

અમિત ચાવડાએ માંગ કરી કે કોરોનાના કારણે અત્યાર સુધીમાં જેટલા લોકોના મોત થયા છે, તે તમામ લોકોના પરિવારજનોને 4-4 લાખ રુપિયાની સહાય કરવામાં આવે. તો કોરોનાના મોતના આંકડાઓ અંગે સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે સરકાર લોકોના મોત સાથે રમત રમી રહી છે. સરકાર મોતના આંકડાઓ છુપાવે છે, ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ કોરોનાથી થયેલા મોત અંગે માહિતિ મેળવશે અને સરકાર સમક્ષ રજૂ કરશે.