×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સરકાર કોરોના સામે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી

Image: screen grab (sansad TV)

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લોકસભામાં આજે કહ્યું કે, ભારતમાં કોરોનાના કેસની સંખ્યા ઘણી ઓછી છે'. સરકાર કોરોના સામે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ સાથે તેમણે માસ્ક પહેરવા અને સેનિટાઈઝર કરવા માટે વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, હવે દેશભરમાં એક દિવસમાં સરેરાશ 153 કેસ જ સામે આવી રહ્યા છે. આ ઉપરાંત તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે, તમામ રાજ્યોને સતર્ક કરાયા છે તેમજ  એરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, તેમણે લોકોને જો વેક્સિન લેવાની બાકી હોય તેમને તાત્કાલિક વેક્સિન લેવા અપીલ કરી હતી. હાલમાં વિશ્વમાં કોરોના વધતા કેસોને લઇ કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ કહ્યું કે અમે કોવિડ પર કોઈ રાજનીતિ કરી નથી. દેશભરની મોટી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે અને ચલાવવામાં આવી રહ્યા છે. અમે દેશમાં દવાઓની નોંધપાત્ર માત્રાની સમીક્ષા કરી છે.

વિદેશથી ભારત આવતા લોકોની એરપોર્ટ પર RT-PCR તપાસ શરૂ 
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે અમે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિદેશથી ભારત આવતા લોકોનો રેન્ડમ RT-PCR ટેસ્ટ શરૂ કરાયા છે. અમે રોગચાળાનો સામનો કરવા માટે કટિબદ્ધ છીએ અને યોગ્ય પગલાં લઈ રહ્યા છીએ.

માસ્ક, સેનિટાઈઝરનો ઉપયોગ કરો
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ લોકસભામાં જણાવ્યું હતું કે તહેવારો અને નવા વર્ષની મોસમને ધ્યાનમાં રાખીને, રાજ્યોને સાવચેતીનાં પગલાં તેમજ લોકોને માસ્ક પહેરવા, સેનિટાઈઝરનો ઉપયોગ કરવા અને સામાજિક અંતર જાળવવા માટે જાગૃતિ વધારવાની સલાહ આપવામાં આવે છે.

કોરોના સામેની લડાઈમાં રાજ્યોને નાણાકીય સહાય પૂરી પાડવી
મનસુખ માંડવિયાએ કહ્યું કે આરોગ્ય વિભાગ કોરોના રોગચાળાના સંચાલનમાં ખૂબ જ સક્રિય છે. કેન્દ્ર સરકાર મહામારી સામે લડવા રાજ્યોને નાણાકીય સહાય પૂરી સક્ષમ છે. અત્યાર સુધીમાં 220 કરોડ કોવિડ વેક્સિન શોટ આપવામાં આવ્યા છે.

દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલેલા પત્રમાં કેન્દ્રમાં આરોગ્ય મંત્રાલયના સચિવ જાહેશ ભૂષણે જણાવ્યું હતું કે કોવિડનાં નવા સ્વરૂપને સમયસર પકડી પાડવું અત્યંત જરૂરી છે. સાથે જાહેર-આરોગ્ય માટે તત્કાળ પગલાં લેવાં પણ અનિવાર્ય છે.

WHO ના વડાએ ચીનને લઇ ચિંતા વ્યક્ત કરી   
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ ચીનમાં કોરોના વિસ્ફોટ પર નિવેદન જાહેર કર્યું છે. WHOના વડાએ કહ્યું છે કે ચીનની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. આ સાથે ચીનને કોરોનાના આંકડાઓ અંગે સાચી માહિતી આપવાનું પણ કહેવામાં આવ્યું છે. કોરોના સંબંધિત તમામ પ્રકારની માહિતી એકત્રિત કરવા માટે તમામ દેશોમાંથી યોગ્ય માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે.