×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સરકારે વધુ 54 એપ્સ પર મુક્યો પ્રતિબંધ, નવા પ્રતિબંધમાં 'ચીની' એપ્સ પણ સામેલ


- પ્રતિબંધિત એપ્સની નવી યાદીમાં મોટા ભાગે એ એપ્સના ક્લોન સામેલ છે જે 2020થી ભારતમાં પહેલેથી જ પ્રતિબંધિત છે

નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી, 2022, સોમવાર

ભારત સરકારે વધુ 54 મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મુકી દીધો છે. નવા પ્રતિબંધમાં ચીની એપ્સનો પણ સમાવેશ થાય છે. આ પ્રતિબંધ ભારતની સુરક્ષા, સંપ્રભુતા અને અખંડિતતાના જોખમનો હવાલો આપીને લગાવવામાં આવ્યા છે. નવા પ્રતિબંધમાં પહેલેથી પ્રતિબંધિત એપ્સ પણ સામેલ છે, જે ક્લોન સ્વરૂપે ફરી સામે આવી છે. 

વર્ષ 2020 બાદ કુલ 270 એપ્સ પર પ્રતિબંધ લગાવ્યા બાદ વર્ષ 2022માં સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી એપ્સનો આ પહેલો લોટ છે. એક અહેવાલ પ્રમાણે સરકારે વધુ 50 એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. આઈટી કાયદાની કલમ 69એ અંતર્ગત આ એપ્સને પ્રતિબંધિત કરવામાં આવી છે. 

રિપોર્ટ પ્રમાણે ગરેના ફ્રી ફાયર નામની એક લોકપ્રિય સ્માર્ટફોન ગેમ પહેલા ગૂગલ પ્લે સ્ટોર અને એપલ પ્લે સ્ટોર પરથી ગાયબ થઈ ગઈ હતી અને એમ લાગે છે કે, આ ગેમ ભારતમાં પ્રતિબંધિત એપ્સની નવી સૂચીમાં સામેલ થઈ શકે છે. 

પ્રતિબંધિત એપના ક્લોન પર બેન

રિપોર્ટ પ્રમાણે પ્રતિબંધિત એપ્સની નવી યાદીમાં મોટા ભાગે એ એપ્સના ક્લોન સામેલ છે જે 2020થી ભારતમાં પહેલેથી જ પ્રતિબંધિત છે. વધુ 50 પ્રતિબંધિત એપ્સ સાથે ભારત દ્વારા પ્રતિબંધિત છે તેવી કુલ એપ્સની યાદી 320 આસપાસ પહોંચી શકે છે. 

ભારતમાં આ એપ્સ પહેલેથી પ્રતિબંધિત

ભારત સરકારે અગાઉ ટિકટોક અને પબજી મોબાઈલ સહિત અનેક લોકપ્રિય એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જોકે PUBG મોબાઈલ કોઈ પણ રીતે ભારતમાં પાછી ફરી, ફ્રાફ્ટને એક નવું કાર્યાલય સ્થાપિત કર્યું અને પોતાના ચીની ભાગીદારો સાથે સંબંધ તોડી નાખ્યો, ટિકટોક એટલું ભાગ્યશાળી ન નીવડ્યું અને દેશમાં પ્રતિબંધિત છે. રિપોર્ટ પ્રમાણે પ્રતિબંધિત એપ્સની નવી યાદીમાં કેટલીક ચીની સહિત ક્લોન એપ સામેલ છે. 

વર્ષ 2020માં પ્રથમ વખત 59 એપ બેન

વર્ષ 2020માં લદ્દાખ ખાતે એલએસી પર ભારત અને ચીન વચ્ચેનો તણાવ ચરમસીમાએ હતો ત્યારે સૌથી પહેલા ટિકટોક સહિત 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધનો હથોડો ઝીંકાયો હતો. ભારતે ટિકટોક, યુસી બ્રાઉઝર, શેરઈટ, હેલો, લાઈકી, વીચેટ, બ્યુટી પ્લસ સહિતની લોકપ્રિય એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યાર બાદ સરકારે 47 મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો જેમાં મોટા ભાગની પહેલેથી પ્રતિબંધિત એપ્સની ક્લોન હતી કે તેના સાથે સુસંગત હતી. 

ત્યાર બાદ સપ્ટેમ્બર 2022માં ભારતે વધુ 118 મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવેલો જેમાં લોકપ્રિય ગેમિંગ એપ પબજી પણ સામેલ હતી. પબજી ઉપરાંત લિવિક, વીચેટ વર્ક, વીચેટ રીડિંગ, કેરમ ફ્રેન્ડ્સ, કેમકાર્ડ જેવી એપ્સ પર બેન લાગ્યો.