×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સરકારી કર્મચારીઓને નવા વર્ષની ભેટ, મોદી સરકારે પેન્શનને લઈને લીધો મોટો નિર્ણય


- 1 જાન્યુઆરી, 2023 થી આંશિક ઉપાડ માટે કરી શકાશે અરજી

- કેન્દ્ર, રાજ્ય અને સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓને લાગુ પડશે આ નિયમ 

- રોકાણકારો ગ્રીન બોન્ડમાં દાખવશે રસ

નવી દિલ્હી,તા.28 ડિસેમ્બર 2022,બુધવાર

નેશનલ પેન્શન સ્કીમના સબસક્રાઇબ 1 જાન્યુઆરી, 2023 થી આંશિક ઉપાડ માટે અરજી કરી શકશે. જો કે, આ ઉપાડ સ્વ-ઘોષણા દ્વારા નહીં. પરંતુ, સંબંધિત નોડલ અધિકારી દ્વારા થશે. આ નિયમ કેન્દ્ર, રાજ્ય અને સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓને લાગુ પડશે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ સ્વ-ઘોષણા દ્વારા એનપીએસ હેઠળ ઉપાડની સુવિધા માટે કોરોના રોગચાળા દરમિયાન ધોરણોને હળવા કર્યા હતા.

પીએફઆરડીએ એ એક પરિપત્રમાં જણાવ્યું હતું કે, કોરોના રોગચાળાને લગતા નિયમોને નાબૂદ કરવા અને લોકડાઉનના નિયમોમાં છૂટછાટ સાથે, નિર્ણય લેવામાં આવ્યો છે કે, તમામ જાહેર ક્ષેત્રના ગ્રાહકોએ એનપીએસમાંથી આંશિક ઉપાડ સંબંધિત વિનંતી સંબંધિત નોડલ ઓફિસને સબમિટ કરવી જોઈએ. દેશમાં 90 ટકા કામદારોને પેન્શન નેટ હેઠળ લાવવાની પીએફઆરડીએની ભલામણ યુકેની પેન્શન સિસ્ટમની તર્જ પર છે. ત્યાં દરેક એમ્પ્લોયર માટે ફરજિયાત છે કે, તે તેના કર્મચારીઓને પેન્શન યોજનામાં સામેલ કરે અને ફાળો આપે. પછી ભલે તેની પાસે માત્ર એક જ કર્મચારી હોય. હાલમાં ભારતમાં માત્ર 20 થી વધુ કામદારો ધરાવતી કંપનીઓ જ એનપીએસમાં જોડાય છે.

પીએફઆરડીએના અધ્યક્ષ સુપ્રતિમ બંદ્યોપાધ્યાયે જણાવ્યું હતું કે, “અસંગઠિત ક્ષેત્રનો એક વિશાળ બેરોજગાર વર્ગ કોઈપણ પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં આવતો નથી. એનપીએસ સ્કીમને આકર્ષક બનાવવા માટે, રેગ્યુલેટરે સરકારને તેના સભ્યો માટે વાર્ષિક કર મુક્તિ બમણી કરીને રૂ. 1,00,000 કરવાનું પણ સૂચન કર્યું છે. ભારત આ નાણાકીય વર્ષમાં પ્રથમ વખત સોવરિન ગ્રીન બોન્ડ્સ જારી કરીને રૂ. 160 બિલિયન એકત્ર કરવાની યોજના બનાવી રહ્યું છે. બંદ્યોપાધ્યાયે જણાવ્યું હતું કે, પીએફઆરડીએ અને તેના દસ પેન્શન ફંડ મેનેજરો આ ગ્રીન બોન્ડમાં રોકાણ કરવા આતુર છે. જ્યારે માર્ગદર્શિકા બહાર આવશે ત્યારે ઘણા ફંડ મેનેજરો આવશે.