×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સરકારની આવક વધી: ડાયરેક્ટ ટેક્સ કલેક્સન અત્યાર સુધી બેગણાથી વધીને 1.85 લાખ કરોડ રૂપિયા થયું

નવી દિલ્હી, 16 જુન 2021 બુધવાર

ઇન્કમ ટેક્સ વિભાગે બુધવારે કહ્યું કે ચાલુ નાણાકિય વર્ષમાં અત્યાર સુધી શુધ્ધ ડાયરેક્ટ ટેક્સ કલેક્સન બેગણુ વધીને 1.85 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, તેનું મુખ્ય કારણ વ્યક્તિગત ઇન્કમટેક્સ અને એડવાન્સ ટેક્સ ચુકવણીમાં વૃધ્ધી છે.

ડાયરેક્ટ ટેક્સ કલેક્સનમાં સામેલ કોર્પોરેટ કંપની ઇન્કમ ટેક્સ કલેક્સન 74,356 કરોડ રૂપિયા જ્યારે એસટીટી સહિત વ્યક્તિગત ઇન્કેમ ટેક્સ કલેક્સન 1.1 લાખ કરોડ રૂપિયા રહ્યું, સેન્ટરલ ડાયરેક્ટ ટેક્સ બોર્ડ( સીબીડીટી) એ એક નિવેદનમાં કહ્યું કે રિફંડ કરવામાં આવેલી રકમને ઘટાડીને ડાયરેક્ટ ટેક્સ કલેક્સન એક એપ્રિલથી 15 એપ્રિલ વચ્ચે 1,85,871 કરોડ રૂપિયા રહ્યું, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં તે  92,762 કરોડ રૂપિયા રહ્યું હતું, એટલે કે ગયા વર્ષની તુલનામાં તેમાં 100.4 ટકાની વૃધ્ધી થઇ છે.

ચાલું નાણાકિય વર્ષમાં અત્યાર સુધી 30,731 કરોડ રૂપિયા રિફંડ સ્વરૂપે પરત આપવામાં આવ્યા છે, ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ સીધો કર વેરા સંગ્રહ રૂ. 2.16 લાખ કરોડ રહ્યો છે, જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 1.37 લાખ કરોડ હતો. નિવેદનના અનુસાર, કુલ કોર્પોરેટ આવકવેરા સંગ્રહ રૂ., 96,923 કરોડ છે જ્યારે વ્યક્તિગત આવકવેરા રૂ. 1.19 લાખ કરોડ છે.

આવકવેરા વિભાગના જણાવ્યા મુજબ, એડવાન્સ ટેક્સ કલેક્શન રૂ.28,780 કરોડ હતું જ્યારે ટીડીએસ રૂ.1,56,824 કરોડ રૂપિયા રહી, સ્વ-આકારણી કર 15,343 કરોડ અને નિયમિત આકારણી કર 14,079 કરોડ રૂપિયા રહ્યો.

પ્રથમ ક્વાર્ટરમાં 146 ટકાનો વધારો થયો

સીબીડીટીએ જણાવ્યું કે નવા નાણાકીય વર્ષના શરૂઆતનાં અત્યંત પડકારજનક મહિનાઓ હોવા છતાં, નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટરમાં એડવાન્સ ટેક્સ કલેક્સન લગભગ 146 ટકા વધીને રૂ. 28,780 કરોડ થયું છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 11,714 કરોડ હતું.