×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સરકારના કોરોના રસીકરણ અભિયાનમાં હવે રશિયન રસી સ્પુતનિકને પણ સામેલ કરાશે

નવી દિલ્હી,તા.6 જુલાઈ 2021,મંગળવાર

દેશભરમાં ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમના ભાગરૂપે સરકાર દ્વારા હવે રશિયાની સ્પુતનિક વેક્સીન પણ લોકોને મફત આપવામાં આવશે.

બહુ જલદી રસીકરણ કેન્દ્રો પર સ્પુતનિક રસી પણ સરકાર ઉપલબ્ધ કરાવશે તેવુ રસીકરણ માટે બનાવાયેલા નેશનલ ટેકનિકલ એડવાઈઝર ગ્રૂપના અધ્યક્ષ ડો.એન કે અરોડાનુ કહેવુ છે. તેમણે કહ્યુ હતુ કે, દેશમાં હાલમાં સ્પુતનિક રસી માત્ર પ્રાઈવેટ સેક્ટરમાં ઉપલબ્ધ છે. સપ્લાયના આધારે અમે બહુ જલ્દી તેને સરકારના રસીકરણ અભિયાનમાં સામેલ કરીશું.

આ રસીને જોકે માઈનસ 18 ડિગ્રી ટેમ્પરેછરમાં રાખવી પડતી હોય છે. તેના માટે પોલિયોની રસીને રાખવા માટેની કોલ્ડ ચેન સુવિધાઓનો ઉપયોગ કરવામાં આવશે. જેથી દેશના ગ્રામ્ય વિસ્તારોમાં આ રસી પહોંચાડી શકાય. હાલમાં કેટલાક વિસ્તારોમાં પોલિયો અભિયાન ચાલી રહ્યુ હોવાથી કોરોનાની રસી આપવાના અભિયાનમાં થોડી ઢીલ દેખાઈ રહી છે.

ડો.અરોડાએ કહ્યુ તહુ કે, આવનારા સપ્તાહમાં રસીકરણ કાર્યક્રમને ફરી વ્યવસ્થિત કરવામાં આવશે. અત્યાર સુધીમાં 34 કરોડથી વધારે લોકોને રસી અપાઈ ચુકી છે. જુલાઈ અંત સુધીમાં બીજા 12 થી 16 કરોડ ડોઝ આપવામાં આવશે.

તેમણે કહ્યુ હતુ કે, હાલમાં અપાતી બે રસી કોવિશીલ્ડ અને કોવેક્સિન અત્યારે પણ વેક્સીન સપ્લાયનો મોટો હિસ્સો પૂરો પાડે છે. બંને રસીનુ ઉત્પાદન વધારવાની સાથે સાથે સ્પુતનિક, મોડર્ના અને ઝાયડસ કેડિલાની નવી રસી આવવાથી આવનારા સપ્તાહોમાં રોજે રોજ અપાતી રસીનો આંકડો એક કરોડ સુધી પણ જઈ શકે છે. આ વર્ષના અંત સુધીમાં 18 વર્ષથી વધારે વયના 93 કરોડ લોકોને રસી આપવાનો ટાર્ગેટ છે.