×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સમગ્ર વિશ્વને ભારતની ભેટ, M-Yoga App દ્વારા અલગ-અલગ ભાષાઓમાં થશે યોગનો પ્રસાર


- M-Yoga એપમાં યોગ અંગેના સરળ પ્રોટોકોલ સમજાવવામાં આવશે જેથી અલગ-અલગ દેશોમાં યોગનો પ્રસાર થઈ શકે

નવી દિલ્હી, તા. 21 જૂન, 2021, સોમવાર

સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભારતે સમગ્ર વિશ્વને એક ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પોતાના સંબોધન દરમિયાન M-Yoga એપ લોન્ચ કરી હતી. આ એપ્લિકેશન દ્વારા વિશ્વની અલગ-અલગ ભાષાઓમાં યોગ શીખવવામાં આવશે. ભારતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે મળીને આ એપ્લિકેશન તૈયાર કરી છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, 'જ્યારે ભારતે યુનાઈટેડ નેશન્સમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ રાખ્યો હતો ત્યારે તેના પાછળ એવી ભાવના હતી કે, આ યોગ વિજ્ઞાન સમગ્ર વિશ્વ માટે સુલભ બને.'

વડાપ્રધાને કહ્યું કે, 'આજે તે દિશામાં ભારતે યુનાઈટેડ નેશન્સ, WHO સાથે મળીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવે વિશ્વને M-Yoga એપની શક્તિ મળવા જઈ રહી છે.' આ એપમાં કોમન યોગ પ્રોટોકોલના આધાર પર યોગ પ્રશિક્ષણના અનેક વીડિયોઝ વિશ્વની વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ હશે.'

M-Yoga એપની વિશેષતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે M-Yoga એપમાં યોગ અંગેના સરળ પ્રોટોકોલ સમજાવવામાં આવશે જેથી અલગ-અલગ દેશોમાં યોગનો પ્રસાર થઈ શકે. આ એપમાં યોગ અંગેના વીડિયો શેર કરવામાં આવશે જે અલગ-અલગ ભાષાઓમાં હશે.

ઉલ્લેખનીય છે કે, ભારતની પહેલ બાદ જ્યારથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસને માન્યતા મળી છે ત્યારથી સમગ્ર વિશ્વમાં યોગને લઈ ઉત્સાહ વધ્યો છે. અલગ-અલગ દેશોમાં યોગ હવે દૈનિક જીવનનો હિસ્સો બન્યો છે અને સાથે જ એક પ્રોફેશનલ ચોઈસ પણ બન્યો છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હજુ પણ યોગના વીડિયો શેર કરવામાં આવે છે. વડાપ્રધાન મોદી ઘણી વખત 3-ડી અવતારમાં યોગના વીડિયો શેર કરે છે જેમાં તેઓ અલગ-અલગ આસનોનો ઉલ્લેખ કરે છે.