×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સપ્ટેમ્બર સુધીમાં બાળકો માટે આવી શકે છે આ ત્રણ રસી: AIIMS ડિરેક્ટર ડો.ગુલેરિયા

નવી દિલ્હી, 27 જુન 2021 રવિવાર

ડો.ગુલેરિયાએ જણાવ્યું કે સપ્ટેમ્બર સુધીમાં બે થી 18 વર્ષની વયવર્ગના બાળકો પર ભારત બાયોટેકની રસી કોવાક્સિનનાં બીજા અને ત્રીજા તબક્કાના ટેસ્ટના ડેટાની અપેક્ષા છે. તેમણે કહ્યું કે ડ્રગ રેગ્યુલેટરની મંજૂરી બાદ તે ભારતમાં બાળકો માટે રસી ઉપલબ્ધ થઈ શકે છે.

ડો.ગુલેરિયાએ શનિવારે પીટીઆઈને જણાવ્યું કે, જો ફાઈઝરની રસી તે પહેલાં મંજૂર કરવામાં આવે તો તે બાળકો માટે પણ એક વિકલ્પ બની શકે છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા મુજબ, દવા ઉત્પાદક ઝાયડસ કેડિલા પણ તેની એન્ટી કોવિડ -19 રસી 'ઝાયકોવ-ડી' નો ઇમર્જન્સીનાં ઉપયોગ માટે ડ્રગ્સ જનરલ ઓફ ઈન્ડિયાને અરજી કરે તેવી સંભાવના છે. કંપનીનો દાવો છે કે તે પુખ્ત વયના અને બાળકો બંનેને આપી શકાય છે.

જ્યારે, કેન્દ્રના કોવિડ વર્કિંગ ગ્રૂપના અધ્યક્ષ ડો એન.કે. તેમણે કહ્યું કે ટ્રાયલ લગભગ પૂર્ણ થઈ ગયા છે અને સરકાર જુલાઈના અંત કે ઓગસ્ટ સુધીમાં આ રસી 12-18 વર્ષની વય જૂથના બાળકોને આપવાનું શરૂ કરી શકે છે.

તેથી, જો ઝાયડસની રસી મંજૂર કરવામાં આવે તો, તે બીજો વિકલ્પ પણ હશે, એમ ડો. ગુલેરિયાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે બાળકોમાં કોવિડ -19 ચેપના હળવા લક્ષણો હોય છે અને કેટલાકમાં લક્ષણો પણ નથી, તેમ છતાં તેઓ ચેપના વાહક હોઈ શકે છે.

સરકારે તાજેતરમાં ચેતવણી આપી હતી કે કોવીડ -19 ને અત્યાર સુધીમાં બાળકોને અસર કરી નથી, પરંતુ જો વાયરસ તેની વર્તણૂક કે રોગચાળાની ગતિમાં ફેરફાર કરે તો તે વધી શકે છે. તેમણે કહ્યું કે આવી કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરવામાં આવી રહી છે.