×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સની લિઓનીએ પોર્ન ઈન્ડસ્ટ્રીને આપ્યું પ્રોત્સાહન, પોલીસે શા માટે ન લીધી એક્શન?- KRK


- સની લિઓનીનું નામ લઈને કેઆરકેએ વર્તમાન કેસ માટે બોલિવુડને પણ જવાબદાર ઠેરવ્યું

નવી દિલ્હી, તા. 05 ઓગષ્ટ, 2021, ગુરૂવાર

ક્રિટિક કમાલ રાશિદ ખાન ઉર્ફે કેઆરકે સ્ટાર્સ પર નિશાન સાધવાની કોઈ જ તક નથી છોડતા. પોતાની આ પ્રકારની ટીકા-ટિપ્પણીઓના કારણે જ કેઆરકે લાઈમલાઈટમાં રહે છે. હાલ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાનો પોર્નોગ્રાફી કેસ ખૂબ ચર્ચામાં છે. તકનો ફાયદો ઉઠાવીને કેઆરકેએ પણ સવાલો કર્યા છે. પોતાના સવાલો દ્વારા કેઆરકેએ પોર્ન સ્ટાર રહી ચુકેલી સની લિઓની પર સીધું નિશાન તાક્યું છે. 

કેઆરકેએ ટ્વીટમાં લખ્યું હતું કે, 'આજે ભારતમાં ઘણાં બધા પ્રોફેશનલ પોર્ન સ્ટાર છે ફક્ત સની લિઓનીના કારણે. પોલીસે સની લિઓની વિરૂદ્ધ કોઈ એક્શન નથી લીધી, પરિણામ એ આવ્યું કે બાકીની છોકરીઓ પોર્ન સ્ટાર બનતા ડરી નહીં. બોલિવુડના લોકો પણ સરખા જ જવાબદાર છે, જેમણે સની લિઓનીની ટીકા કરવાના બદલે તેની પ્રશંસા કરી.' સની લિઓનીનું નામ લઈને કેઆરકેએ એક તીરથી બે નિશાન સાધવા પ્રયત્ન કર્યો છે. વર્તમાન કેસ માટે તેમણે બોલિવુડને પણ જવાબદાર ઠેરવ્યું છે. 

યુઝર્સનું રિએક્શન

કેટલાક લોકોએ કેઆરકેની વાતને સમર્થન આપ્યું હતું જ્યારે કેટલાક લોકોએ તેને ટ્રોલ કર્યો હતો. યુઝર્સે સની લિઓનીના સપોર્ટમાં લખ્યું હતું કે, 'તે પહેલા પોર્ન સ્ટારનું કામ કરતી હતી પણ તું અશ્લીલ છો.' અન્ય એક વ્યક્તિએ લખ્યું હતું કે, 'સની લિઓની ખૂબ જ સંવેદનશીલ અને દયાળુ માણસ છે. આ લોકો તો પોતે નૈતિકતાનો પાઠ ભણાવનારા નિયુક્ત કરી ચુક્યા છે.'