×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સદ્દામ હુસૈનની દીકરીનો મેસેજઃ એકબીજાને માફ કરીને અરબના બદલાવમાં ભૂમિકા ભજવે ઈરાકી


- 2018માં રગદનું નામ તત્કાલીન ઈરાક સરકારે મોસ્ટ વોન્ટેડ યાદીમાં નાખી દીધું હતું

નવી દિલ્હી, તા. 02 જાન્યુઆરી, 2022, રવિવાર

ઈરાકના તાનાશાહ સદ્દામ હુસૈનને ફાંસી આપ્યાના 15 વર્ષ બાદ તેમની દીકરી રગદ હુસૈને દેશના લોકોને એકતા દેખાડવા અને અરબ જગતમાં બદલાવ લાવવા માટે તેમની ભૂમિકા અદા કરવા માટે કહ્યું છે. રગદે કહ્યું કે, તમામ સંપ્રદાયો પોતાની પૃષ્ઠભૂમિ છોડીને એકબીજાને માફ કરી દે અને આંતરિક મતભેદ ભૂલીને દેશની મોટી તાકાત બને. ઉલ્લેખનીય છે કે, સદ્દામ હુસૈનને 30 સપ્ટેમ્બર, 2006માં ફાંસી આપવામાં આવી હતી. 

પોતાના પિતાની વિશાળ તસવીરની સામે બેસીને રગદ સદ્દામ હુસૈને ઈરાકી લોકોને કહ્યું કે, તેઓ એકબીજાની શત્રુતા ભૂલાવી દે અને અરબના કોઈ જૂથમાં સામેલ ન થાય. પોતાના પિતાની 15મી વરસી પર એક રેકોર્ડેડ મેસેજમાં રગદે ભવિષ્યમાં ઈરાકના રાજકારણમાં પ્રવેશવાનો ઈનકાર નહોતો કર્યો. તેણે સુરક્ષા દળો અને ઈરાન સમર્થિત વિદ્રોહીઓના પ્રદર્શનકારીઓ પરના ગોળીબારનો હવાલો આપીને કહ્યું કે, જે લોકોએ ઓક્ટોબર ક્રાંતિમાં સ્વજનોને ગુમાવ્યા છે તેમણે તેના દોષિતોને માફ ન કરવા જોઈએ. 

રગદના લગ્ન તે શાળામાં અભ્યાસ કરતી હતી તે વખતે માત્ર 15 વર્ષની ઉંમરે થઈ ગયા હતા અને 1996માં 25 વર્ષની ઉંમરે તેણે પોતાના પરિવારજનોના કહેવાથી છૂટાછેડા લઈ લીધા હતા જેના 2 દિવસ બાદ જ તેના પતિની હત્યા થઈ ગઈ હતી. 2018માં રગદનું નામ તત્કાલીન ઈરાક સરકારે મોસ્ટ વોન્ટેડ યાદીમાં નાખી દીધું હતું.