×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સતત ત્રીજા મહિને જીએસટીની આવક રૂા. 1.40 લાખ કરોડને પાર


- જીએસટીની ગુજરાતની મે મહિનાની આવક રૂા. 4218 કરોડ

- ગુજરાત સરકારની વેટ અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની મે મહિનાની મળીને કુલ આવક રૂા. 7190 કરોડ

- મે મહિનાની ગુજરાતની જીએસટીની આવકમાં એપ્રિલ 2021ની તુલનાએ રૂા. 1581 કરોડનો વધારો થયો

અમદાવાદ : મે ૨૦૨૨ની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કેન્દ્ર સરકારની આવક ૪૪ ટકાના વધારા સાથે રૂા. ૧.૪૧ લાખ કરોડની થઈ છે. મે ૨૦૨૧ની તુલનામાં ભારત સરકારની જીએસટીની આવકમાં ૪૪ ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે. મે ૨૦૨૧માં જીએસટીની આવક રૂા. ૯૭,૮૨૧ કરોડની થઈ હતી.  જોકે એપ્રિલ ૨૦૨૨માં કેન્દ્ર સરકરની જીએસટીની આવક રૂા. ૧.૬૮ લાખ કરોડની થઈ હતી. તેમ જ માર્ચ ૨૦૨૧માં જીએસટીની આવક રૂા. ૧.૪૨ લાખ કરોડની થઈ હતી.  પહેલી જુલાઈ ૨૦૧૭માં જીએસટીનો અમલ થયો ત્યારબાદ આ ચોથી વાર રૂા. ૧.૪૦ લાખ કરોડથી વધુ આવક થઈ છે. તેમા ંછેલ્લા ત્રણ મહિનાથી સતત  આવક રૂા. ૧.૪૦ લાખ કરોડથી ઉપર રહી છે.  ફેબુ્રઆરી ૨૦૨૨માં ભારતની જીએસટીની આવક રૂા. ૧.૩૩ લાખ કરોડની હતી. આમ સતત ત્રીજા મહિને ભારત સરકારની જીએસટીની આવક રૂા. ૧.૪૦ લાખ કરોડથી ઉપર રહી છે. 

બીજીતરફ ગુજરાતની જીએસટીની આવક રૂા. ૪૨૧૮ કરોડની થઈ છે.  મે ૨૦૨૧માં થયેલી રૂા. ૨૬૩૭ કરોડની જીએસટીની આવક કરતાં અંદાજે ૨૫૮૧ કરોડ ૧૫૮૧ કરોડ વધુ થઈ છે. આ અંદાજે ૫૯ ટકાનો વધારા દર્શાવે છે. ગુજરાત સરકારની વેટની આવક પણ મે ૨૦૨૨માં રૂા. ૨૯૭૨ કરોડની થઈ છે. આમ વેટ અને જીએસટી સાથે મળીને ગુજરાત સરકારે મે ૨૦૨૨માં રૂા.૭૧૯૦કરોડની આવક કરી છે.

મે ૨૦૨૨માં ભારત સરકારની જીએસટીની આવક રૂા. ૧,૪૦,૮૮૫ કરોડની થઈ છે. તેમાં સીજીએસટીની રૂા. ૨૫,૦૩૬ કરોડ, એસજીેસટીની રૂા. ૩૨,૦૦૧ કરોડ અને આઈજીએસટીની રૂા. ૭૩,૩૪૫ કરોડની આવક થઈ છે. આઈજીએસટીની આવકમાં આયાતી માલ પર વસૂલવામાં આવેલી રૂા. ૩૭૪૬૯ કરોડની આવકનો પણ સમાવેશ થાય છે.