×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સટ્ટા બેટીંગના કૌભાંડનો આંક પાચ હજાર કરોડ રૂપિયા સુધી પહોંચ્યો

અમદાવાદ,સોમવાર

અમદાવાદના માધુપુરામાં આવેલા સુમેલ બિઝનેસ  પાર્કમાં  આવેલી એક ફર્મમાં પીસીબીએ શનિવારે દરોડા પાડીને ગુજરાતના સૌથી મોટા સટ્ટા બેટિંગના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.  જેની પ્રાથમિક તપાસમાં સમગ્ર કૌભાંડ પાંચ હજાર કરોડનું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ત્યારે આંતરરાષ્ટ્રીય કૌભાંડની તપાસ માટે પોલીસ કમિશનર દ્વારા એસઆઇટી (સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ)ની રચના કરવામાં આવી છે. જેમાં ઇકોનોમીક ઓફેન્સ વીંગના ડીસીપીની અધ્યક્ષતામાં પીસીબી અને માધુપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે. આ ઉપરાત, બેંકિંગ એક્સપર્ટ, ચાર્ટડ એકાઉન્ટન્ટની પણ મદદ લેવામાં આવશે.  ત્યારે આ કેસની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.પીસીબી દ્વારા માધુપુરામાં આવેલા સુમેલ-૬ બિઝનેસ પાર્કમાં મહાવીર એન્ટરપ્રાઇઝમાં ગુજરાતના સૌથી મોટા સટ્ટા બેટિંગ કૌભાંડના દરોડામાં કૌભાંડનો રૂપિયા પાંચ હજાર કરોડ સુધી પહોંચ્યો છે. વર્ષ ૨૦૧૯થી મળેલા હિસાબોની પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે હર્ષિતે બનાવેલા વિવિધ બેંક એકાઉન્ટસ દ્વારા પાંચ હજાર કરોડ રૂપિયા સુધીના આર્થિક વ્યવહારો થયા હતા.  જેથી સમગ્ર કેસની તપાસમાં ચાર્ટડે એકાઉન્ટન્ટ, ફોરેન્સીક ેએકાઉન્ટ એક્સપર્ટ અને બેંકિગ ક્ષેત્રના નિષ્ણાંતની મદદ લઇને તમામ વ્યવહારો તપાસવામાં આવશે. આ સમગ્ર કૌૈભાંડનો મુખ્ય સુત્રધાર દુબઇમાં રહેતો મહાદેવ ઉર્ફે સૌરભ ચંદ્રનાકર છે. જે સ્કાયએક્સચેંજ,ડાયમંડએ૯.કોમ, બેટબીએ૨૪૭. કોમ,ખલીફાબુક, મહાદેવ બુક, ક્રિષ્નાબુકની ઓનરશીપ ધરાવે છે અને તમામ સર્વર મહાદેવ પાસે દુબઇમાં છે. જેથી તે સટ્ટાબેટિંગની વેબસાઇટ પાંચ થી દશ કરોડની નોન-રીફંડેબલ રકમ લઇને બુકીઓને કાન્ટ્રાક્ટ બેઝ પર આપતો હતો. જેમાં તેમના દ્વારા કરવામાં આવતા તમામ આર્થિક વ્યવહારોમાં પાંચ ટકાનો હિસ્સો ફિક્સ રહેતો હતો. આમ, તે દુબઇમાં બેઠા બેઠા કરોડો રૂપિયા કમાઇ લેતો હતો.  તેની સાથે જોડાયેલા તમામ બુકીઓ પણ દુબઇમાં જ રહેતા હોવાને કારણે પોલીસ તપાસનો દુબઇ સુધી કરવી પડે જરૂરી હોવાથી ભારત સરકારના વિદેશ મંત્રાલયને પણ સમગ્ર મામલે રિપોર્ટ કરાશે.આ ઉપરાંત, પોલીસે ં સિક્યોરીટી કોન્ટ્રેક્ટ  રેગ્યુલેશન એક્ટની કલમ  ૨૩ (ઇ), ૨૩ (એ)૨૩ (એફ), ૨૩ (જી) અને ૨૩ (એચ) પમ ફરિયાદમાં દાખલ કરી છે. જેમાં માત્ર ઝડપાયેલા જ નહી પણ દુબઇ બેઠેલા ગુનેગારો માટે આજીવન કેદની જોગવાઇ છે. આમ, આગામી દિવસોમાં કેસની તપાસમાં અનેક ખુલાસા થવાની શક્યતા છે.

 

મહાદેવની પ્રતિમેચની આવક રૂપિયા એક હજાર કરોડ હોવાનું અનુમાન

સૌરભ ઉર્ફે મહાદેવ સમગ્ર કૌભાંડનો મુખ્ય સુત્રધાર છે. ત્યારે તેના અંગે પોલીસને અનેક ચોંકાવનારી વિગતો મળી છે. જેમાં તે  ક્રિકેટની મેચ દીઠ એક હજાર કરોડની આવક કરતો હોવાનો ખુલાસો થયો છે. દુબઇમાં સૌૈરભે બનાવટી કંપનીઓના નામે કોલ સેન્ટર અને ઓફિસ ખોલી છે. જેમાં સ્ટાફ દ્વારા તમામ હિસાબો રાખવામાં આવે છે. સુત્રોના જણાવ્યા મુજબ મહાદેવની કોર ટીમમાં ૫૦ લોકોનો સમાવેશ થાય છે. જે એકાઉન્ટ, લાઇવ મેચ અપડેટ, સટ્ટા પ્રાઇઝ અપડેટ, કલેકશન અપડેટઆઇટી સોલ્યુશન સહિતના એક્સપર્ટ ધરાવે છે.  ઇન્ફોર્મેશન ટેકનોલોજીના અભ્યાસક્રમમાં ડીગ્રી ધરાવતા સૌરભે નાના બુકીથી આ કારોબારની શરૂઆત કરી હતી. જે બાદ તે અત્યારે દેશના સૌથી મોટા બુકી પૈકીનો એક છે.