×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સટ્ટાકાંડ કેસમાં બેંક અને મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર વિરૂદ્વ કાર્યવાહી થશે

અમદાવાદ,બુધવાર

અમદાવાદના માધુપુરા વિસ્તારમાંથી ઝડપાયેલા પાંચ હજાર કરોડની સટ્ટાકાંડમાં તપાસ કરી રહેલી સ્ટેટ મોનીટરીંગ સેલને એક પછી એક ચોંકાવનારી વિગતો મળી રહી છે. જેમાં પોલીસ તપાસમાં એક હજારથી વધારે બેંક એકાઉન્ટ બેંકના સ્ટાફની મિલીભગતથી ખોલવામાં આવ્યા હોવા ઉપરાંતહજારોની સંખ્યામાં સીમ કાર્ડ પણ અન્યના દસ્તાવેજોના નામે યોગ્ય વેરીફિકેશન વિના એક્ટીવ કરાયા હતા. આમ, સટ્ટાકાંડના આરોપીઓ બેંક અને મોબાઇલ સર્વિસ પ્રોવાઇર કંપનીના કેટલાંક કર્મચારીઓ સાથે મળીને સુવ્યસ્થિત કૌભાંડ ચલાવતા હતા.  જેના આધારે આગામી દિવસમાં સ્ટેટ મોનીટરીંગ સેલ નિયમ વિરૂદ્વ બેંક એકાઉન્ટ ખોલનાર બેંક અને મોબાઇલ  સર્વિસ પ્રોવાઇડર કંપનીઓના વિરૂદ્વ ગુના નોંધીને કાર્યવાહી કરશે.પીસીબીએ ગત ૨૬મી માર્ચના રોજ માધુપુરામાં આવેલી એક ઓફિસમાં દરોડો પાડીને ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં પોલીસે ૫૩૮ જેટલી ચેક બુક અને મોટા પ્રમાણમાં સીમ કાર્ડ પણ જપ્ત કર્યા હતા. જો કે આ કેસની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલને સોંપવામાં આવી હતી. જે બાદ ટેકનીકલ સર્વલન્સથી લઇને  આરોપીઓની ઝડપી લેવા માટે અલગ અલગ ટીમ બનાવીનેે તપાસ કરવામાં આવી હતી. જેમાં  વિવિધ બેંકોમાં અન્ય લોકોના દસ્તાવેજોના આધારે ખોલવામાં આવેલા બેેંક એકાઉન્ટની પ્રક્રિયામાં બેંકના કર્મચારીઓની મિલીભગત સામે આવી છે. સામાન્ય રીતે ચેકબુક અને ડેબિટ કાર્ડ ખાતેદારને મોકલવામાં આવે છે. પરંતુ, અબજો રૂપિયાનો સટ્ટા બેટિંગ કૌભાંડ ચલાવનારાઓએ બેંકમાંથી જ  ચેકબુક અને ડેબિટ કાર્ડ કલેક્ટ કર્યા હતા. પોલીસ તપાસમાં બે હજાર જેટલા બેંક એકાઉન્ટની ખોલાયાની વિગતો બહાર આવી છે.  જેમાં બેંકોએ તેમના ટારગેટ પુરા કરવા માટે નિયમોનો ભંગ કર્યો હતો. એટલુ જ નહી મોટાભાગના બેંક એકાઉન્ટમાં પાંચ થી ૧૦ લાખ રૂપિયા જેટલા નાણાના આર્થિક વ્યવહારો થયા હતા.તે બાબતે પણ  બેંકના કેટલાંક અધિકારીઓને જાણ હોવા છંતાય, કોઇ પગલા લીધા નહોતા.  ત્યારે હવે બેંકોના નોડલ ઓફિસર્સ પાસે આ બાબતે કોઇ જવાબ નથી. જેથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વિવિધ બંેંકોના જવાબદાર અધિકારીઓ વિરૂદ્વ ગુનો નોંધવાની કાર્યવાહી કરશે. આ ઉપરાંતમોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓએ ટ્રાઇના નિયમ વિરૂદ્વ જઇને ખુબ મોટા પ્રમાણમાં સીમ કાર્ડ ઇસ્યુ કર્યા હતા. જેનોે ઉપયોગ નેટ બેંકીંગમાં અને સટ્ટા નેટવર્કને ચલાવવામાં કરાયો હતો.  ત્યારે મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓને નોટીસ આપીને તેમના જવાબદાર અધિકારીઓ વિરૂદ્વ પણ ગુના નોંધવામાં આવશે. આમ, અબજો રૂપિયાના સટ્ટાકાંડમાં આગામી દિવસોમાં મોટાપાયે કાર્યવાહી કરવામાં આવશે.

 ટાર્ગેટ પુરા કરવા માટે બેંકો અને મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓએ નિયમો તોડયા

બેંકોની વિવિધ બ્રાંચ અને મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓને દર મહિને  ચોક્કસ બેંક એકાઉન્ટ ખોલવાના તેમજ સીમકાર્ડના વેચાણના ટાર્ગેટ આપવામાં આવે છે. જેને પુરા કરવા માટે બેંકો કથિત ડમી બેંક એકાઉન્ટ પણ ખોલે છે. જેેનો ગેરકાયદેસર ઉપયોગ નાણાંની ગેરકાયદેસર હેરફેર માટે થાય છે. ેજ્યારે સૌથી વધારે ટાર્ગેટ મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓને આપવામાં આવે છે. જેમાં બીજાના ડોક્યુમેન્ટ પર સીમકાર્ડ ઇસ્યુ કરાવીને ગેરકાયદેસર રીતે એક્ટીવ કરવા સુધીની કામગીરી કરવામાં આવે છે. જેના કારણે દેશ વિરોધી પ્રવૃતિઓને પણ વેગ મળે છે.