×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સજાતીય લગ્ન મુદ્દે કેન્દ્રનું સુપ્રીમકોર્ટમાં સોગંદનામુ કહ્યું, તેની સરખામણી પરિવાર સાથે ન કરી શકાય

Image: Wikipedia



કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને સમલૈંગિક લગ્નનો વિરોધ કર્યો છે. કેન્દ્ર સરકારે એફિડેવિટમાં કહ્યું હતું કે, સમલૈંગિક સંબંધ અને સામાન્ય સંબંધ સ્પષ્ટ રીતે અલગ છે, જેને સમાન ગણી શકાય નહીં. કેન્દ્ર સરકારે કહ્યું છે કે, સમલૈંગિક તરીકે સાથે રહેવુંએ ગુનો નથી પરંતુ તેને પતિ, પત્ની અને બાળકોના ભારતીય કુટુંબ એકમ સાથે સરખાવી શકાય નહીં.

સરકારે સોગંદનામામાં આ દલીલો આપી હતી

એક સમલૈંગિક યુગલે સમલૈંગિક લગ્નને માન્યતા આપવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો. જેના પર કેન્દ્ર સરકારે આજે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. જેમાં કેન્દ્રએ કહ્યું હતું કે, સમલૈંગિકો એક દંપતી તરીકે સાથે રહેતા અને શારીરિક સંબંધો ધરાવે છે તેની સરખામણી પરિવારના એકમના ભારતના ખ્યાલ સાથે કરી શકાય નહીં. ભારતીય કુટુંબ એકમની વિભાવનામાં એક પુરુષ અને સ્ત્રી પરિણીત છે, જેમાં પુરુષ 'પતિ' છે અને સ્ત્રી 'પત્ની' છે. લગ્ન પછી બંને બાળકો પેદા કરે છે અને પુરુષ 'પિતા' બને ​​છે અને સ્ત્રી 'મા' બને ​​છે.

વિવિધ હાઈકોર્ટમાં સમલૈંગિક લગ્નની અરજીઓ દાખલ કરવામાં આવી હતી

સરકારે કહ્યું કે, લગ્નને આપણા સમાજમાં એક સંસ્થાનો દરજ્જો છે, જેનું પોતાનું જાહેર મહત્વ છે. લગ્ન સંસ્થાના પણ ઘણા અધિકારો અને જવાબદારીઓ છે. સરકારે કહ્યું કે, કોઈ ચોક્કસ સામાજિક સંબંધ માટે માન્યતા મેળવવાનો મૂળભૂત અધિકાર નથી. દેશની વિવિધ હાઈકોર્ટમાં સમલૈંગિક લગ્નની અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જે બાદમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની બેન્ચને ટ્રાન્સફર કરવામાં આવી હતી.