×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સંસદમાં કથળી ગયુ છે ચર્ચાનુ સ્તર, કાયદા બનાવવા માટે ચર્ચા પણ થતી નથીઃ ચીફ જસ્ટિસ રમના

નવી દિલ્હી,તા.15 ઓગસ્ટ 2021,રવિવાર

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન વી રમનાએ સંસદમાં કથળી રહેલા ચર્ચાના સ્તર પર ચિંતા વ્યક્ત કરી છે.

તેમનુ કહેવુ છે કે, પહેલા સંસદમાં સકારાત્મક અને સમજદારીપૂર્ણ ચર્ચા થી હતી.કોઈ પણ કાયદો પસાર કરતા પહેલા તેના પર ઉંડાણપૂર્વક ચર્ચા કરાતી હતી પણ હવે દુખદ સ્થિતિ છે. ઘણા કાયદા ઘડવામાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે.

આઝાદીના 75 વર્ષ નિમિત્તે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના કાર્યક્રમમાં આર વી રમનાએ આવુ નિવેદન ત્યારે આપ્યુ છે જ્યારે તાજેતરમાં જ વિપક્ષ આક્ષેપ કરી ચુકયો છે કે, ચર્ચા વગર બિલ પાસ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ વિપક્ષે પોતે પણ સંસદમાં હંગામો કરીને કામ કાજ ચાલવા દીધુ નથી.

ચીફ જસ્ટિસે કહ્યુ હતુ કે, કાયદાઓમાં કોઈ સ્પષ્ટતા નથી. આપણે નથી જાણતા કે કાયદા કયા ઉદ્દેશથી બનાવવામાં આવી રહ્યા છે.સરકારની સાથે સાથે લોકોને પણ અસુવિધા થઈ રહી છે. જો સંસદમાં બુધ્ધિજીવીઓ અને વકીલો ના હોય તો આવુ જ થાય છે. પહેલા સંસદમાં સકારાત્મક ચર્ચાઓ થતી હતી અને તેના કારણે કોર્ટોને પણ કાયદો બનાવવા પાછળના હેતુ અને તેની પાછળના ઈરાદા સમજવામાં મદદ મળતી હતી. જેમ કે ઈન્ડસ્ટ્રિયલ ડિસ્પ્યુટ્સ એકટ વખતે સંસદમાં થયેલી ચર્ચામાં તામિલનાડુના એક સાંસદે લંબાણપૂર્વક ચર્ચા કરી હતી. આ પ્રકારની ચર્ચાના કારણે અદાલતોને પણ આવા કાયદા લાગુ કરવામાં સહજતા રહેતી હતી.

તેમણે આગળ કહ્યુ હતુ કે, સ્વતંત્રતા આંદોલનનુ નેતૃત્વ મોટાભાગે વકીલોના હાથમાં રહ્યુ હતુ. જેમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પણ સામેલ હતા. તમે જો દેશની પહેલી રાજ્યસભા અને લોકસભા પર નજર નાંખશો તો તેમાં પણ વકીલોની સંખ્યા તમને વધારે જોવા મળશે.