×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સંસદના સંરક્ષક લોકસભા અધ્યક્ષ છે, તેમણે જ PM મોદીને ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું : ભાજપ


કોંગ્રેસ અને TMC સહિત 19 વિપક્ષી દળોએ આજ રોજ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. વિપક્ષી દળોએ આરોપ લગાવ્યો કે, આ સરકારના કાર્યકાળમાં સંસદમાંથી લોકશાહીની ભાવના હટાવી દીધી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આનાથી દૂર રાખવા એ લોકશાહી પર એક સવાલ ઉભો કરે છે. વિપક્ષના આ પગલાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા સરકારે કહ્યું કે, વિપક્ષે તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ.

વિપક્ષી દળોના નિર્ણય પર ગૃહમંત્રીનું નિવેદન   

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, દરેક મામલામાં રાજકારણ ન કરવું જોઈએ. આ પ્રકારના મામલા સાથે પણ  રાજકારણ ન ભેળવું એ યોગ્ય નથી. નવા ભારતને જૂની પરંપરાઓ સાથે જોડવાની આ એક મોટી ભાવનાત્મક પ્રક્રિયા છે. દરેક વ્યક્તિ તેમની વિચારવાની ક્ષમતા અનુસાર પ્રતિક્રિયા આપે અને કાર્ય કરે છે.

સંસદના સંરક્ષક લોકસભા અધ્યક્ષ છે, તેમણે જ PM મોદીને ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું : પ્રહલાદ જોશી

વિપક્ષીદળોની જાહેરાતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ તેમને લીધેલા નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, બહિષ્કાર કરવો અને નોન-ઇશ્યુને મુદ્દો બનાવવોએ સૌથી દુર્ભાગ્યપૂર્ણ છે. હું તેમને અપીલ કરું છું કે, તેઓ આ નિર્ણય પર પુનર્વિચાર કરે અને કાર્યક્રમમાં હાજરી આપે. તેમણે વધુમાં કહ્યું કે, લોકસભાના સ્પીકર સંસદના રક્ષક છે અને તેમણે વડાપ્રધાનને સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા આમંત્રણ આપ્યું છે.