×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શ્રીલંકા-પાકિસ્તાન બાદ વધુ એક દેશ નાદારીના આરે, વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા

ઢાકા, તા.19 ડિસેમ્બર-2022, સોમવાર

બાંગ્લાદેશ સરકારના વિરોધમાં અને વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામા અંગે હજારો લોકો ઢાકામાં રસ્તાઓ પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં વધતા જતા રાજકીય તણાવ, વખતી જતી મોંઘવારી અને દેશની ખસતી જતી અર્થવ્યવસ્થા વચ્ચે દેખાવકારોએ ચૂંટણી કરાવવાની માંગ કરી છે. ઉલ્લેખનિય છે કે, કોવિડ મહામારીમાં પણ બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા વિકાસના માર્ગે આગળ વધી રહી હતી અને તેણે વિકાસ જાળવી રાખ્યો હતો.

બાંગ્લાદેશે IMF પાસે માગી હતી મદદ

દરમિયાન ગત નવેમ્બર મહિનામાં બાંગ્લાદેશે અંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ (IMF) પાસે મદદ માંગી હતી, જેને IMFએ મંજુરી પણ આપી હતી. IMF બાંગ્લાદેશને 4.5 અબજ ડોલર (આશરે 37000 કરોડ રૂપિયા)ની આર્થિક સહાય આપશે.

2017માં ભારતની આગળ નિકળનાર બાંગ્લાદેશમાં હાલ વિપરીત પરિસ્થિતિ

ઉલ્લેખનિ છે કે, બાંગ્લાદેશની અર્થવ્યવસ્થામાં ગત બે દાયકામાં સારો તબક્કો જોવા મળ્યો. બાંગ્લાદેશ 2017 બાદ મજબૂત આર્થિક વિકાસના દર પર પ્રત્યેક વ્યક્તિ આવક મુદ્દે ભારતથી પણ આગળ નિકળી ગયું હતું. જોકે હાલ બાંગ્લાદેશમાં સ્થિતિ વિપરીત જોવા મળી રહી છે. આ દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) વધતી આર્થિક કટોકટીનો ફાયદો ઉઠાવવા અવામી લીગ સરકાર અને તેના નેતા PM શેખ હસીનાને ઘેરી રહી છે. BPN દેશભરમાં ઘણી સરકાર વિરોધી રેલીઓ કરી રહી છે. છેલ્લા એક દાયકાથી BPN બાંગ્લાદેશના રાજકારણ પર હાવી શેખ હસીનાને ઉખેડી નાખવાના પ્રયાસો કરતી રહી છે.

ઓછી નિકાસને કારણે વિદેશી મુદ્રા ભંડારને અસર થઈ

બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા પાટા પરથી ઉતરવા પાછળ રશિયા-યૂક્રેન યુદ્ધ પણ જવાબદાર છે. આ દેશમાંથી થતી નિકાસ યુદ્ધનો શિકાર બની ગઈ છે. પશ્ચિમી દેશોની માંગમાં ઘટાડો થતાં બાંગ્લાદેશના નિકાસ સેક્ટર પર તેમજ બાંગ્લાદેશના વિદેશી મુદ્રા ભંડાર પર ગંભીર અસર પડી છે.

ગારમેન્ટની નિકાસ અને રેમિટન્સ ફ્લોમાં ઘટાડો થવાને કારણે બાંગ્લાદેશનો વિદેશી મુદ્રા ભંડાર ઝડપથી ઘટી રહ્યો છે. વર્ષ 2011થી 2021 સુધીમાં બાંગ્લાદેશનું કુલ વિદેશી દેવું 238 ટકા વધીને 91.43 અબજ ડોલર થયું છે. આ સમયગાળા દરમિયાન શ્રીલંકાનું દેવું 119 ટકા વધ્યું હતું અને તે હજુ પુરુ થયું નથી.

બાંગ્લાદેશમાં મોંઘવારીનો દર નવેમ્બર મહિનામાં લગભગ 9%એ પહોંચ્યો હતો, જેના કારણે હજારો બેરોજગાર ગાર્મેન્ટ કામદારો ભૂખમરાની સ્થિતિમાં જીવી રહ્યા છે. બાંગ્લાદેશ તાજેતરમાં જ 2022માં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસેથી મદદ માંગનાર શ્રીલંકા અને પાકિસ્તાન પછી ત્રીજો દક્ષિણ એશિયાઈ દેશ બન્યો છે.