×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શ્રીનગર જતી ઈન્ડિગોની ફ્લાઈટ પાકિસ્તાનના એરસ્પેસમાં ઘૂસી, આ કારણે અમૃતસરમાં લેન્ડિંગ કરાયું

image : Wikipedia 


ખરાબ હવામાનને કારણે ઈન્ડિગોની ફ્લાઈટને થોડા સમય માટે પાકિસ્તાની એરસ્પેસમાં જવું પડ્યું હતું, આ જાણકારી એરલાઈન્સ કંપની તરફથી સામે આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ડિગો ફ્લાઈટ 6e-2124 થોડા સમય માટે પાકિસ્તાનના એરસ્પેસમાં ઘુસી ગઈ હતી, ત્યારબાદ તેને અમૃતસર તરફ વાળવામાં આવી હતી. એરલાઈન કંપનીના જણાવ્યા અનુસાર, આ ફ્લાઈટ જમ્મુ જઈ રહી હતી, ત્યારે ખરાબ હવામાનને કારણે તેને પોતાનો રૂટ બદલવો પડ્યો હતો.

પાયલોટે માહિતી આપી હતી

ફ્લાઇટના પાયલોટના જણાવ્યા અનુસાર, હવામાન એટલું ખરાબ થઈ ગયું હતું કે તેને થોડા સમય માટે પાકિસ્તાનના એરસ્પેસમાં પ્રવેશવાની ફરજ પડી હતી, જોકે તેના થોડા સમય બાદ ફ્લાઈટ ભારતીય હવાઈ ક્ષેત્રમાં પાછી આવી ગઈ હતી. અહેવાલ અનુસાર, આ અંગે માહિતી આપતાં ઈન્ડિગોના એક અધિકારીએ જણાવ્યું કે પાઈલટ દ્વારા સંબંધિત અધિકારીઓને માહિતી આપવામાં આવી હતી.

ફ્લાઈટ અમૃતસરમાં લેન્ડ થઈ

પાયલટે ખરાબ હવામાન વિશે અધિકારીઓને જાણ કરી અને કહ્યું કે તેને પાકિસ્તાની એરસ્પેસમાં પ્રવેશ કરવો પડશે, ત્યારબાદ અધિકારીઓએ તેને મંજૂરી આપી. અધિકારીએ કહ્યું કે સમગ્ર ડાયવર્ઝન લાહોર અને જમ્મુ એટીસી દ્વારા સારી રીતે સંકલન કરવામાં આવ્યું હતું. આખરે ફ્લાઈટને અમૃતસર ડાયવર્ટ કરવામાં આવી હતી. જે બાદ એરપોર્ટ પર ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

ઘટના પહેલા બની હતી

આવી જ ઘટના લગભગ એક મહિના પહેલા પણ જોવા મળી હતી, જ્યારે ઈન્ડિગોની એક ફ્લાઈટ ખરાબ હવામાનને કારણે પાકિસ્તાની એરસ્પેસમાં ગઈ હતી. આ ફ્લાઈટ અમૃતસરથી અમદાવાદ જઈ રહી હતી. ઈન્ડિગો ફ્લાઈટ 6E-645ને અટારી થઈને પાકિસ્તાન તરફ જવું પડ્યું, ત્યારબાદ પાકિસ્તાની ATC સાથે સંપર્ક કરવામાં આવ્યો અને તેને જાણ કરવામાં આવી. આખરે ફ્લાઈટ અમદાવાદમાં લેન્ડ થઈ.