×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શ્રીનગરમાં ભરબજારે આતંકીઓનો બેફામ ગોળીબાર : બે પોલીસ શહીદ


કાશ્મીરમાં મોટા હુમલાની ઘાત ટળી, સેનાએ શસ્ત્રો, વિસ્ફોટક સામગ્રીનો મોટો જથ્થો જપ્ત કર્યો

શ્રીનગર, તા. 19 ફેબ્રુઆરી, 2021, શુક્રવાર

જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ધોળા દિવસે આતંકીઓએ પોલીસ જવાનો પર હુમલો કર્યો હતો, જેને પગલે બે પોલીસ જવાનો આ હુમલામાં શહીદ થયા હતા. આતંકીઓએ હિથયાર વગર તૈનાત પોલીસ જવાનોની હત્યા કરી તે સમયે માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા, સાથે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ ગઇ હતી. જેને પગલે કાશ્મીરમાં જવાનોની સુરક્ષા અને આતંકીઓના વધી રહેલા હુમલા અંગે ફરી સવાલો ઉઠી રહ્યા છે. 

બે પોલીસ જવાનો શ્રીનગરના બાગત વિસ્તારમાં ભીડ વાળા માર્કેટમાં ડયુટી પર તૈનાત હતા ત્યારે જ તેમના પર હુમલો થયો હતો. વળી જે વિસ્તારમાં હુમલો થયો તે હાઇ સિક્યોરિટી એરપોર્ટ રોડ માનવામાં આવે છે. હુમલાખોર આતંકીનું નામ સાકિબ છે અને તે પોતાના કપડામાં રાઇફલ છુપાવીને આવ્યો હતો. એકદમ નજીક જઇને તેણે પોલીસ જવાનો પર ગોળીબાર કરી દીધો હતો. આ હુમલો કરીને આતંકી સૃથળ પરથી નાસી ગયો હતો જ્યારે આસપાસ લોકો તેને જોઇ રહ્યા હતા. 

બીજી તરફ સૈન્યના એક અિધકારીએ કહ્યંુ છે કે ભારે સુરક્ષા વ્યવસૃથા અને આતંકીઓના ખાતમાના અભિયાન છતા કાશ્મીરમાં મોટી સંખ્યામાં આતંકીઓ સક્રિય છે એટલુ જ નહીં તેઓ હુમલા કરવા માટે પણ હજુ સક્ષમ છે. લે. જનરલ બી એસ રાજુએ કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં હજુ પણ સુરક્ષાની વ્યવસૃથા વધુ મજબુત કરવાની જરૂર છે. સિક્યોરિટી ઇન્ડિકેટરમાં સુધારો કરાયો છે તેમ છતા આતંકીઓ હુમલા કરવા માટે હજુ પણ સક્ષમ છે.

દરમિયાન બે દિવસ પહેલા 22 દેશોના રાજદુતો કાશ્મીર મુલાકાતે આવ્યા હતા તે જ સમયે આતંકીઓએ શ્રીનગરના જ હાઇ સિક્યોરિટી વાળા વિસ્તારમાં ગોળીબાર કરીને રેસ્ટોરન્ટના માલિકના પુત્રની હત્યા કરવાના ઇરાદાથી હુમલો કરી દેવામાં આવ્યો હતો. હુમલો કરનારા ત્રણ આતંકીઓ બે દિવસ બાદ ઝડપાઇ ગયા છે. આ હુમલામાં એક નાગરિક ઘવાયો હતો જ્યારે કોઇનું મોત નથી નિપજ્યું. કાશ્મીરમાં આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં હિથયારો મળી રહ્યા છે.

અહીંના રિઆસી જિલ્લામાં સર્ચ ઓપરેશન દરમિયાન એક એકે 47 રાઇફલ, એક બોક્સમાં સીલ કરેયાલ વિસ્ફોટક, એક સેલ્ફ લોડિંગ રાઇફલ, એક 303 બોલ્ટ રાઇફલ, બે ચીનની બનાવટની પિસ્તોલ સહિત મોટી સંખ્યામાં વિસ્ફોટક સામગ્રી અને હિથયારો જપ્ત કરાયા છે. છેલ્લા કેટલાક દિવસથી મોટી સંખ્યામાં આઇઇડી અને હિથયારો મળી રહ્યા છે જેને પગલે સર્ચ ઓપરેશન પણ વધારી દેવામાં આવ્યું છે.