×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શ્રાવણનો અર્થ છે આનંદ અને ઉલ્લાસ, 50 હજાર અમૃત સરોવરનું કામ ચાલુ, મનકી બાતમાં બોલ્યા PM


વડાપ્રધાન મોદી મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરી રહ્યા છે. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત  શ્રાવણ મહિનાના ઉલ્લેખથી કરી હતી. પીએમે કહ્યું કે, શ્રાવણનો મહિનો ચાલી રહ્યો છે અને તે મહાદેવની પૂજા તેમજ હરિયાળી અને સમૃદ્ધિ સાથે જોડાયેલો છે. શ્રાવણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, શ્રાવણનો અર્થ જ આનંદ અને ઉલ્લાસ છે. શ્રાવણ મહિનામાં અનેક ભક્તો શિવની આરાધના કરે છે. ભક્તોની 12 જ્યોતિર્લિંગએ ભીડ ઉમટી પડે છે. વારાણસી, અયોધ્યા, મથુરા અને ઉજ્જૈનમાં આવનારા પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે.

જળ સંરક્ષણ માટે 50 હજાર અમૃત સરોવર તૈયાર કરાયા 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશવાસીઓ સંપૂર્ણ જાગૃતિ સાથે જળ સંરક્ષણ માટે પ્રયાસો કરી રહ્યા છે. અત્યારે દેશમાં 50 હજાર અમૃત સરોવર બનાવવાનું કામ ચાલી રહ્યું છે. MPના શાહડોલના પાકરીયા ગામમાં, આદિવાસીઓએ 100 કુવાઓને વોટર રિચાર્જ સિસ્ટમમાં રૂપાંતરિત કર્યા છે. વરસાદનું પાણી આ કુવાઓમાં જાય છે અને ત્યાંથી જમીનમાં જાય છે. આ સાથે જ ઉત્તર પ્રદેશમાં 30 કરોડ વૃક્ષો વાવવાનો રેકોર્ડ બન્યો છે. રાજ્ય સરકારે અભિયાન શરૂ કર્યું અને લોકોએ તેમાં સંપૂર્ણ સહકાર આપ્યો.

ચાર હજાર જેટલી મહિલા મુસ્લીમે પત્ર લખ્યા: મોદી 

મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાને કહ્યું કે, તેમને હજથી પરત ફરેલી મુસ્લિમ મહિલાઓ તરફથી મોટી સંખ્યામાં પત્રો મળ્યા છે. વડાપ્રધાને કહ્યું કે, આ મહિલાઓએ પુરૂષ સભ્યો કે મેહરમ વગર હજ કરી હતી. તેમની સંખ્યા 50 કે 100 નહીં પરંતુ 4000 છે. આ એક મોટો ફેરફાર છે. અગાઉ મુસ્લિમ મહિલાઓને મેહરમ વિના હજ કરવાની મંજૂરી નહોતી. પીએમએ આ માટે સાઉદી અરેબિયાની સરકારનો પણ આભાર માન્યો, જેમણે એકલી હજ યાત્રા પર જતી મહિલાઓની મદદ માટે મહિલા સંયોજકોને તૈનાત કર્યા.