×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શેર માર્કેટ પર ઓમિક્રોનની અસર, ખુલતાંની સાથે જ સેન્સેક્સ 1,000 પોઈન્ટ નીચો ગયો


- ઓમિક્રોનના કેસમાં થઈ રહેલા વધારા, એફપીઆઈનું સતત વેચાણ, ઉચ્ચ સ્તરે પ્રોફિટ બુકિંગ જેવા ફેક્ટર્સે બજારને નબળું બનાવ્યું

નવી દિલ્હી, તા. 20 ડિસેમ્બર, 2021, સોમવાર

ઘરેલુ માર્કેટ પર ઓમિક્રોન અને એફપીઆઈ (FPI)ની નિકાસનું દબાણ બનેલું છે. આ કારણે બજારમાં ગત સપ્તાહનો ઘટાડો સોમવારે પણ ચાલુ છે. વેપાર શરૂ થતાં જ સેન્સેક્સ અને નિફ્ટી બંને આશરે એક ટકા જેટલા તૂટ્યા હતા. પ્રી ઓપન સેશનમાં બીએસઈ સેન્સેક્સ 500 પોઈન્ટ કરતાં પણ વધારે ઘટીને 56,500 પોઈન્ટની આજુબાજુ વેપાર કરી રહ્યો હતો. 

બજાર ખુલ્યું તે સાથે જ સેન્સેક્સ 675 પોઈન્ટ કરતાં પણ વધારે (1.19 ટકા) ઘટીને 56,335 પોઈન્ટે પહોંચી ગયો હતો. એ જ રીતે એનએસઈ નિફ્ટી (NSE Nifty) 218.10 એટલે કે 1.28 ટકા ઘટીને 16,765 પોઈન્ટે પહોંચી ગઈ હતી. થોડી મિનિટોના વેપારમાં જ આ ઘટાડો વધુ મોટો થયો હતો. 

સવારે 10:00 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 1035.86 પોઈન્ટ એટલે કે 1.82 ટકા ઘટીને 55,975.88 પોઈન્ટ પર વેપાર કરી રહ્યો હતો. એનએસઈ નિફ્ટી 323 પોઈન્ટ એટલે કે 1.90 ટકા ઘટીને 16,662.20 પોઈન્ટ પર વેપાર કરી રહી હતી. દિવસભરના કારોબાર દરમિયાન બજાર પર પ્રેશર બની રહે તેવું અનુમાન છે. 

બજારમાં ગત સપ્તાહે ભારે મોટો ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 1,774.93 પોઈન્ટ એટલે કે, 3 ટકા ઘટીને 57,011.74 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી50માં પણ 526.1 પોઈન્ટનો ઘટાડો રહ્યો હતો અને તે 16,985.2 પોઈન્ટ પર બંધ થઈ હતી. આ સતત 2 સપ્તાહની તેજી બાદ આવેલો ઘટાડો છે. કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસમાં થઈ રહેલા વધારા, એફપીઆઈનું સતત વેચાણ, ઉચ્ચ સ્તરે પ્રોફિટ બુકિંગ જેવા ફેક્ટર્સે બજારને નબળું બનાવ્યું છે.