×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શું BJP જેપી નડ્ડાને જ ફરીથી આપશે કમાન? રેસમાં આ લોકો પણ છે


નવી દિલ્હી, તા. 04 જાન્યુઆરી 2023, બુધવાર

ભારતીય જનતા પાર્ટી (BJP) ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક જાન્યુઆરીના મધ્યમાં યોજાવા જઈ રહી છે. હવે વર્તમાન પ્રમુખ જગત પ્રકાશ નડ્ડાનો કાર્યકાળ લંબાવવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે આ અંગે પાર્ટી તરફથી સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. એ પણ સવાલ ઉભો થાય છે કે નડ્ડાની જગ્યાએ BJP કોને કમાન સોંપી શકે છે. 

સંગઠનમાં પરિવર્તનના અણસાર

એવી અટકળો ચાલી રહી છે લોકસભા ચૂંટણી 2014 પહેલા BJP સંગઠનથી શરૂ કરીને સરકારમાં અનેક મોટા ફેરફારો કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે BJP કેટલાક મંત્રીઓને અને ખાસ કરીને ચૂંટણીમાં જોડાયોલા રાજ્યોના મંત્રીઓને કામ સોંપી શકે છે. 

20 જાન્યુઆરીના રોજ 3 વર્ષનો કાર્યકાળ થશે સમાપ્ત

નડ્ડાએ જુલાઈ 2019માં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ શરૂ કર્યું હતું. ત્યારબાદ 20 જાન્યુઆરી 2020ના રોજ તેમને ફૂલ ટાઈમ જવાબદારી સોંપવામાં આવી હતી. હવે આગામી 20 જાન્યુઆરીના રોજ તેમનો 3 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. શક્યતાઓ છે કે પાર્ટી તેમનો કાર્યકાળ લંબાવી શકે છે. 

આ સિવાય પાર્ટી રાજ્યસભા સાંસદ અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નામનો પણ વિચાર કરી શકે છે. વર્ષ 2019માં પણ વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બાદ તેમને પ્રમુખ પદના મોટા દાવેદાર માનવામાં આવતા હતા પરંતુ પાર્ટીએ નડ્ડાને જવાબદારી સોંપી હતી. ખાસ વાત તો એ છે કે યાદવ રાજસ્થાનથી આવે છે અને રાજકીય દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ રાજ્યમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે.