×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શું લોકડાઉન પાછુ આવશે? બેકાબૂ ભીડ અને ઓમિક્રોનનું સંકટ… કેન્દ્રએ રાજ્યોને લખ્યો પત્ર


નવી દિલ્હી, તા. 27 ડિસેમ્બર 2021 સોમવાર

નવા વર્ષ પહેલા કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન ડરાવી રહ્યો છે. આ દરમિયાન ગૃહ મંત્રાલયે રાજ્યોને સ્પષ્ટ આદેશ આપ્યા છે તે પોતાના સ્તર પર કોરોના અને નવા વેરિઅન્ટ સામે લડવા માટે કમર કસી લીધી છે. જેમાં કેન્દ્ર તરફથી એ પણ લખવામાં આવ્યુ છે કે તહેવારની સિઝનને જોતા પોતાના સ્તર પર પ્રતિબંધના નિર્ણય કરી શકે છે.

દુનિયાની સાથે-સાથે દેશમાં પણ ઓમિક્રોનનુ જોખમ વધતુ જઈ રહ્યુ છે. જોતજોતામાં ઓમિક્રોન દેશના 19 રાજ્યો સુધી પહોંચી ગયો છે. દેશમાં અત્યાર સુધી ઓમિક્રોનના 578 કેસ સામે આવ્યા છે. ગૃહ મંત્રાલયે એ પણ જણાવ્યુ કે ઓમિક્રોન અત્યારસુધી 116 દેશો સુધી પહોંચી ગયો છે. 

સોમવારે જારી પત્રમાં ગૃહ મંત્રાલયે લખ્યુ છે કે તમામ રાજ્ય યોગ્ય પગલા ઉઠાવો અને સતર્કતા જાળવી રાખો. રાજ્ય સરકારને એ પણ કહ્યુ છે કે તે લોકો નવા વેરિઅન્ટને લઈને પ્રેસ કોન્ફરન્સ દ્વારા યોગ્ય જાણકારી લોકો સુધી પહોંચાડો.

ગૃહ મંત્રાલયે એ પણ કહ્યુ છે કે તહેવારો દરમિયાન ભીડને અટકાવવા માટે પ્રતિબંધ લગાવવા પર પણ રાજ્ય વિચાર કરે. પહેલા ક્રિસમસ અને હવે નવા વર્ષે ફરી આગળ મકર સંક્રાંતિ અને હોળી વગેરે તહેવારની સિઝનને ઓમિક્રોનને લઈને ચિંતા વધારી છે. છેલ્લા કેટલાક દિવસમાં પણ બજાર, મોલની એવી કેટલીક તસવીર આવી છે જે ભયાવહ છે. આવા સ્થળ પર ભીડ કોરોનાના નવા વેરિઅન્ટના કહેરને આમંત્રણ આપનારી સાબિત થઈ શકે છે.

કેન્દ્રીય ગૃહ સચિવ તરફથી તમામ રાજ્યોને આ પત્ર લખવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે કહ્યુ છે કે ઓમિક્રોન ડેલ્ટાની સરખામણીએ 3 ગણો ઝડપથી ફેલાય છે. આનાથી કોરોનાની અટકાયતમાં નવો પડકાર માનવામાં આવી રહ્યો છે.

ગૃહ મંત્રાલયના પત્રમાં લોકોને પણ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. લખવામાં આવ્યુ છે કે કોરોનાને રોકવા માટે જે નિયમ બનાવવામાં આવશે તેને ના માનવા પર સેક્શન 50થી 61 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ સજા થઈ શકે છે.