×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શું 'ભારત જોડો યાત્રા' પર અખિલેશ યાદવનો મૂડ બદલાયો? રાહુલ ગાંધીને પત્ર લખી કહી આ વાત


- અખિલેશ યાદવે તેમના પત્રમાં ભારત જોડો યાત્રા માટે શુભકામના પાઠવી

નવી દિલ્હી, તા. 02 જાન્યુઆરી 2023, સોમવાર

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં 3 જાન્યુઆરીથી ભારત જોડો યાત્રાની શરૂઆત થઈ રહી છે. આ પહેલા અનેક વિપક્ષી નેતાઓને યાત્રામાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યુ હતું. ત્યારે હવે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવનું મન પણ યાત્રાને લઈને બદલાયુ હોય તેવું નજર આવી રહ્યુ છે. 

અખિલેશ યાદવે છેલ્લા દિવસોમાં અખિલેશ યાદવે ભારત જોડો યાત્રામાં સામેલ થવા માટે આમંત્રણ ન મળ્યુ હોવાની વાત કહી હતી. ત્યારે તેમણે કહ્યુ હતું કે, બીજેપી અને કોંગ્રેસ બંને એક જેવા જ છે. ત્યારબાદ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ વચ્ચે શબ્દયુદ્ધ ચાલ્યુ હતું. પરંતુ હવે સપા પ્રમુખનું મન અચાનક બદલાયુ હોય તેવુ નજર આવી રહ્યુ છે. તેનું કારણ અખિલેશ યાદવ દ્વારા લખવામાં આવેલ પત્ર છે. 

અખિલેશ યાદવનો પત્ર

અખિલેશ યાદવે તેમના પત્રમાં ભારત જોડો યાત્રા માટે શુભકામના પાઠવી છે. તેમણે યાત્રા માટે આમંત્રણ આપવા બદલ ધન્યવાદ માન્યો છે. તેમણે પત્રમાં લખ્યુ કે, પ્રિય રાહુલ જી ભારત જોડો યાત્રામાં આમંત્રણ આપવા બદલ ધન્યવાદ અને ભારત જોડો મિશનની સફળતા માટે હાર્દિક શુભકામનાઓ. ભારત ભૌગોલિક વિસ્તાર કરતાં વધુ એક ભાવ છે. જેમાં પ્રેમ, અહિંસા, કરુણા, સહકાર અને સૌહાર્દ એ જ સકારાત્મક તત્વો છે જે ભારત જોડે છે. આશા છે કે આ યાત્રા આપણા દેશની આ સર્વસમાવેશક સંસ્કૃતિને જાળવી રાખવાના ઉદ્દેશ્ય સાથે તેનું લક્ષ્ય હાંસલ કરશે.

જોકે, છેલ્લા દિવસોમાં અખિલેશ યાદવે કહ્યુ હતું કે, તે યાત્રામાં સામેલ નહીં થાય. તેમણે મીડિયા સાથે વાત કરતા ભારત જોડો યાત્રાના સવાલ પર કહ્યુ હતું કે, તેમને કોઈ આમંત્રણ નથી મળ્યું.