×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શિવસેનામાં તાકાત હોય તો ગાંધી પરિવાર પાસે બાળાસાહેબનુ સન્માન કરાવી બતાવેઃ ફડનવીસ


મુંબઈ, તા. 24. જાન્યુઆરી 2022 સોમવાર

ગઠબંધન તુટયા બાદ શિવસેના અને ભાજપ એક બીજા પર હુમલો કરવાની તક જવા દેતા નથી.

શિવસેના દ્વારા સામનામાં છાશવારે ભાજપ અને કેન્દ્ર સરકાર પ્રહારો થતા હોય છે.હવે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડનવીસે શિવસેનાને વળતો જવાબ આપતા કહ્યુ છે કે, ભલે મહારાષ્ટ્રના સીએમ અને શિવસેના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરે એવુ કહેતા હોય કે ભાજપ સાથે ગઠબંધન કરીને શિવસેનાએ 25 વર્ષ સડાવી દીધા હતા પણ હકીકત અલગ જ છે.

ફડનવીસે કહ્યુ હતુ કે, ભાજપ સાથે ચૂંટણી લડતી વખતે શિવસેના રાજ્યમાં નંબર વન પર હતી અને ભાજપ સાથે છેડો ફાડયા બાદ શિવસેના ચોથા નંબર પર આવી ગઈ છે.શિવસેના સાથે અમારુ ગઠબંધન હતુ ત્યારે શિવસેના મોટાભાઈના રોલમાં હતી.શિવસેનાની સ્થાપના પહેલા તેના નેતાઓ ભાજપના ચૂંટણી ચિન્હ પરથી ચૂંટણી લડતા હતા.ઉધ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રની સરકાર પર ધ્યાન આપવાની જરુર છે.

ફડનવીસે કહ્યુ હતુ કે, શિવસેનાનુ હિન્દુત્વ હવે ભાષણો અને કાગળોમાં રહી ગયુ છે.મહારાષ્ટ્રમાં સરકાર હોવા છતા શિવસેના ઔરંગાબાદનુ નામ બદલીને સંભાજી નગર કરી શકી નથી અને ભાજપે યુપીમાં અલ્હાબાદનુ નામ બદલીને પ્રયાગરાજ કરી બતાવ્યુ છે.કલમ 370 હટાવવાના મામલામાં પણ શિવસેનાનુ બેવડુ વલણ રહ્યુ છે.અમે તો બાલાસાહેબ ઠાકરેનુ ગર્વથી સન્માન કરીએ છે પણ શિવસેના તાકાત હોય તો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પાસે બાલાસાહેબનુ સન્માન કરાવી બતાવે..પણ શિવસેના એવુ નહીં કરી શકે, કારણકે સત્તાની લાચારી તેમની મોટામાં મોટી મજબૂરી છે.

ફડનવીસે કહ્યુ હતુ કે, ભાજપ પોતાના દમ પર ચૂંટણી લડીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવશે અને અમે તો અલગ લડીને પણ નંબર વન પાર્ટી બનીશું.