×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શિવસેનાનું ચિહ્ન કોનું: ચૂંટણી પંચ નક્કી કરે, સુપ્રીમ કોર્ટનો ઉદ્ધવ ઠાકરેને ઝટકો


નવી દિલ્હી તા. ૨૭ સપ્ટેમ્બર 2022, મંગળવાર   

જૂન મહિનામાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરી પોતાનું અલગ જૂથ રચનારા એકનાથ શિંદે અને ઠાકરે વચ્ચે હવે અસલી શિવસેના કોણ એના ઉપર કાયદાકીય યુદ્ધ ચાલી રહ્યું છે. ભાજપના ટેકાથી મુખ્યમંત્રી તરીકે સત્તા ઉપર આવેલા શિંદે જૂથને આજે એક મોટી સફળતા મળી છે. સુપ્રીમ કોર્ટે શિવસેનાના ચૂંટણી ચિહ્ન અંગે ભારતના ચૂંટણી પંચ સમક્ષ ચાલી રહેલી સુનાવણી ઉપર સ્ટે હટાવી દીધો છે. એટલું જ નહી પણ આ કાર્યવાહી આગળ ચાલુ રહેશે એવો નિર્યણ આપી ઉદ્ધવ ઠકારે જૂથની અરજી નકારી કાઢી છે. 

રાજ્યપાલના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં લગભગ 50 ધારાસભ્યોનુ સમર્થન પ્રાપ્ત કરી ચૂકેલુ શિંદે જૂથ પોતાને 'અસલી શિવસેના' ગણાવી રહ્યા હતા. જે બાદ ઠાકરેના નેતૃત્વવાળા જૂથે સુપ્રીમ કોર્ટના શરણ લીધા, જ્યાં સીએમ શિંદેને સરકારમાં બોલાવવાના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. સાથે જ ઠાકરે કેમ્પએ શિંદેનુ સમર્થન કરી રહેલા ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની માગ પણ કરી હતી.


ચૂંટણી ચિહ્ન પર છેડાયુ રાજકીય યુદ્ધ

શિંદે કેમ્પ તરફથી અસલી શિવસેનાની માન્યતા મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. જેની પર સુપ્રીમ કોર્ટએ ચૂંટણી પંચને પત્ર લખીને અરજી પર નિર્ણય ન લેવાના આદેશ આપ્યા હતા. સાથે જ કોર્ટએ કેસની 25 ઓગસ્ટે સુનાવણી માટે બંધારણીય બેન્ચ પાસે મોકલ્યો હતો.

આ પણ વાંચો : સીએમ શિંદે જૂથના 16 ધારાસભ્ય અમારા સંપર્કમાં છે: શિવસેના નેતા ચંદ્રકાંત ખેરનો દાવો