×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શિમલા નહીં, હવે વિપક્ષી દળોની આગામી બેઠક 13-14 જુલાઈએ બેંગલુરુમાં થશે: શરદ પવાર


NCPના પ્રમુખ શરદ પવારે આજે જણાવ્યું હતું કે, વિપક્ષી દળોની આગામી બેઠક 13-14 જુલાઈના રોજ બેંગલુરુમાં યોજાશે. અગાઉ આ બેઠક 10-12 જુલાઈના રોજ શિમલામાં થવાની હતી. NCP ચીફે પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, 23 જૂનની બેઠકનો ઉલ્લેખ કરતા કહ્યું કે- વિપક્ષી દળની આ બેઠક બાદ પીએમ મોદી બેચેન થઈ ગયા છે.

2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાનું આયોજન 

બિહારની રાજધાની પટનામાં યોજાયેલી આ બેઠકમાં 15 વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં તમામ પક્ષોના નેતાઓએ એકતા દર્શાવી હતી. બેઠક દરમિયાન 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસ સાથે JDU-RJD, NCP સહિત મુખ્ય વિરોધ પક્ષો

આ બેઠક પટનામાં છેલ્લી બેઠકમાં સામેલ થયેલા પક્ષોના નેતાઓની સંમતિથી થઈ રહી છે. તેમાં NCP, RJD, JD(U), JMM, શિવસેના (UTB), DMK, ડાબેરીઓ, સમાજવાદી પાર્ટી, NC, PDP, તૃણમૂલ સહિત અન્યની સંમતિ છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં વિપક્ષી એકતાની ભાવિ ફોર્મ્યુલા આકાર લેશે. આ અગાઉ 23 જૂને યોજાયેલી બેઠકમાં ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારને પડકારવા માટે વિપક્ષી પક્ષો એક થવા પર અંતિમ સંમતિ સધાઈ હતી. હવે 14મી જુલાઈએ મળનારી બેઠકમાં આ અંગે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ મહાગઠબંધન અને તેના રાષ્ટ્રીય સંયોજકના નામ પર સર્વસંમતિ સધાઈ શકે છે. 

વિરોધ પક્ષોના ગઠબંધનનું નવું નામ લગભગ નક્કી 

પટનાની બેઠકમાં સામેલ વિપક્ષી પક્ષોના મહત્વના સાથીઓએ સંકેત આપ્યો કે વિપક્ષ શાસક NDAની સામે તેના જોડાણનું નામ પીડીએ રાખી શકે છે. આ પીડીએનું વિસ્તરણ પેટ્રિયોટિક ડેમોક્રેટિક એલાયન્સ હોઈ શકે છે. તેમાં દેશભક્તિના શબ્દો ઉમેરીને વિપક્ષો એવું બતાવવાનો પ્રયાસ કરી શકે છે કે તેઓ ભાજપ કરતાં વધુ રાષ્ટ્રવાદી છે.