×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શિંદે સરકારને કોઈ ખતરો નહીં, અજિત પવારનો ચોંકાવનારો દાવો, ઉદ્ધવ ઠાકરેનું વધશે ટેન્શન


શિવસેનાના એક પ્રતિનિધિમંડળે મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકરને 79 પેજનો એક પત્ર સુપરત કર્યો, જેમાં એકનાથ શિંદે કેમ્પના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે ઝડપી કાર્યવાહીની માંગણી કરી હતી. NCP નેતા અજિત પવારે આ અંગે મોટું નિવેદન આપ્યું છે. મુંબઈમાં એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે, "જો 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવે તો પણ શિંદે અને ફડણવીસની સરકાર પડશે નહીં. તેમની સરકારને કોઈ ખતરો નથી."

16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાથી પણ સરકારને કોઈ ખતરો નથી: અજીત પવાર 

તેમના અભિપ્રાયમાં મુજબ અજિત પવારે કહ્યું કે, જો 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવે છે તો પણ સરકાર પાસે 288 સભ્યોની વિધાનસભામાં બહુમતી તો રહેશે જ તેની સરકાર માટે કોઈ ખતરો નથી.

આ કાર્યવાહી ઝડપી કરવા એક પત્ર સોંપવામાં આવ્યો

ખાસ કરીને, શિવસેનાના પ્રતિનિધિમંડળે મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવાલ અને વિધાનસભા સચિવ જિતેન્દ્ર ભોલે સાથેની બેઠક દરમિયાન શિંદે કેમ્પના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવતા સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા પર ઝડપી કાર્યવાહી કરવા એક પત્ર સોંપવામાં આવ્યો હતો.