×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શાબ્દિક પ્રહારો વચ્ચે આજે ભાજપ-કોંગ્રેસના નેતાઓએ એક ટેબલ પર લંચ લીધું, PM મોદીએ શૅર કરી તસવીર

Image - Twitter

નવી દિલ્હી, તા.20 ડિસેમ્બર-2022, મંગળવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે સાંસદો માટે બરછટ અનાજમાંથી બનાવાયેલ ભોજનનું આયોજન કર્યું હતું. આ વિશેષ ભોજનનું આયોજન બાજરી વર્ષ નિમિત્તે કરાયું હતું. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2023ને 'આંતરરાષ્ટ્રીય મિલેટ યર' જાહેર કરાયું છે. આ વિશેષ  લંચ માટે PM મોદીને પણ આમંત્રણ અપાયું હતું. આ દરમિયાન PM મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગએ એક ટેબલ પર બાજરીમાંથી બનાવેલી ભોજનની મજા માણી હતી.

વિશેષ ભોજનમાં રાગી ઢોસા, રાગી રોટલી, નારિયેળની ચટણી, કાલુ હુલી, ચટણી પાવડર સહિત અનેક વાનગીઓ પીરસાઈ હતી. રાગી ડોસા જેવી રાગીની વાનગીઓ બનાવવા કર્ણાટકથી ખાસ શેફને બોલાવાયા હતા. ખાણી-પીણીની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા લોકસભા અને રાજ્યસભાના સાંસદોને રાગી, જુવાર અને બાજરીમાંથી બનાવેલું ભોજન પીરસાયું હતું.