×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શાઓમીએ ED પર લગાવ્યો અધિકારીઓ સાથે 'શારીરિક હિંસા'નો આરોપ


- કોર્ટમાં સોંપવામાં આવેલા દસ્તાવેજો પ્રમાણે જો તેમણે એજન્સી ઈચ્છે છે તે પ્રમાણેનું નિવેદન ન આપ્યું તો ગંભીર પરિણામ ભોગવવા પડશે તેવી ધમકી આપવામાં આવેલી

નવી દિલ્હી, તા. 07 મે 2022, શનિવાર

ચીની સ્માર્ટફોન ઉત્પાદક કંપની શાઓમી (Xiaomi Corp) દ્વારા લગાવવામાં આવેલા આરોપ પ્રમાણે ED દ્વારા તેમના અધિકારીઓને ધમકાવવામાં આવ્યા છે અને તેમના સાથે શારીરિક હિંસા પણ આચરવામાં આવી છે. કંપનીના કહેવા પ્રમાણે ભારતમાં નાણાકીય અપરાધ સાથે સંકળાયેલી એજન્સી દ્વારા પુછપરછ દરમિયાન તેમના વરિષ્ઠ અધિકારીઓએ શારીરિક હિંસા, બળજબરી અને ધાકધમકીનો સામનો કરવો પડ્યો છે. 

ચીની કંપનીના અધિકારીઓએ ગત 4 મેના રોજ આ મામલે કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. ફાઈલ કરવામાં આવેલા દસ્તાવેજોના આધારે આ જાણકારી સામે આવી છે. કોર્ટમાં સોંપવામાં આવેલા દસ્તાવેજોમાં કહેવામાં આવ્યું છે કે, EDના અધિકારીઓએ શાઓમી કોર્પ.ના ભારતના પૂર્વ એમડી મનુ કુમાર જૈન, વર્તમાન નાણાકીય અધિકારી સમીર બીએસ રાવ અને તેમના પરિવારોને 'ગંભીર પરિણામ'ની ચેતવણી આપી હતી. સાથે જ કહ્યું હતું કે, જો તેમણે એજન્સી ઈચ્છે છે તે પ્રમાણેનું નિવેદન ન આપ્યું તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. 

ઈડીના અધિકારીઓ દ્વારા હાલ આ મુદ્દે કોઈ પણ પ્રકારની ટિપ્પણી નથી કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે, ફોરેક્સ કાયદાના ઉલ્લંઘન મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રેડમી (Redmi)અને એમઆઈ (Mi)જેવી લોકપ્રિય મોબાઈલ ફોન બ્રાન્ડ બનાવતી ચીની કંપની શાઓમી ઈન્ડિયાની રૂ. 5,551 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી જેના પર કર્ણાટક હાઈકોર્ટ દ્વારા સ્ટે લગાવી દેવામાં આવ્યો છે. 

સમગ્ર કેસ અંગે વધુ વાંચોઃ ફેમાના ઉલ્લંઘન મામલે રૂ. 5,500 કરોડની સંપત્તિની જપ્તી પર કોર્ટનો સ્ટે, શાઓમીને મળી રાહત