×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શાંઘાઈ કોર્પોરેશનમાં 1 વર્ષ માટે 'કાશી' બનશે સાંસ્કૃતિક રાજધાની, મળશે વૈશ્વિક ઓળખ


- પર્યટન અને સાંસ્કૃતિક રાજધાની ઘોષિત થવાના કારણે પર્યટન ઉપરાંત સંસ્કૃતિ વિકાસની સાથે રોજગારના અવસર વધશે

- શાંઘાઈ સહયોગ સંગઠન તરફથી દર વર્ષે એક દેશના એક શહેરને સાંસ્કૃતિક અને પર્યટન રાજધાની બનાવવાની જોગવાઈ

નવી દિલ્હી, તા. 29 જાન્યુઆરી, 2022, શનિવાર

શાંઘાઈ સહયોગ સંગઠન (શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન-એસસીઓ)માં ભારત તરફથી કાશી એક વર્ષ માટે સાંસ્કૃતિક અને પર્યટન રાજધાની બનશે. આ માટે તમામ વિભાગોના સમન્વયથી 100 પેજમાં બનારસનો ડોજિયર (બાયોડેટા) તૈયાર કરવામાં આવશે. તેમાં સમગ્ર વર્ષ દરમિયાન યોજાનારા આયોજન, પ્રમુખ સ્થળ, ખાણી-પીણી સહિતની અન્ય વસ્તુઓનો પ્રમુખતાથી ઉલ્લેખ કરવામાં આવશે. 

સ્માર્ટ સિટી આ સમગ્ર અભિયાનની નોડલ એજન્સી હશે. આ સમગ્ર તૈયારીઓ માટે શુક્રવારે વિભાગીય કમિશનર દીપક અગ્રવાલની અધ્યક્ષતામાં તમામ વિભાગોની એક સાથે બેઠક યોજાઈ હતી. હકીકતે શાંઘાઈ સહયોગ સંગઠન તરફથી દર વર્ષે એક દેશના એક શહેરને સાંસ્કૃતિક અને પર્યટન રાજધાની બનાવવાની જોગવાઈ છે. 

સ્માર્ટ સિટી ડોજિયર તૈયાર કરશે

તેમાં સપ્ટેમ્બર 2022થી સપ્ટેમ્બર 2023 સુધી માટે ભારતની પસંદગી થઈ છે. તેમાં સંગઠન સાથે સંકળાયેલા દેશોના પર્યટકો અહીં આવશે અને અહીંની સંસ્કૃતિને જાણશે. વિભાગીય કમિશનર ઓડિટોરીયમ ખાતે યોજાયેલી બેઠકમાં કમિશ્નર દીપક અગ્રવાલે જણાવ્યું કે, કાશીને સાંસ્કૃતિક અને પર્યટન રાજધાની ઘોષિત કરાવવા માટે સ્માર્ટ સિટી ડોજિયર તૈયાર કરશે. આ માટે પ્રત્યેક વિભાગે સ્માર્ટ સિટી સાથે જાણકારી શેર કરવાની રહેશે.