×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શરદ પવાર, યશવંત સિંહાએ બોલાવેલી વિપક્ષોની બેઠકમાં અનેક નેતા ગેરહાજર


ભાજપ સામે ત્રીજા મોરચાની ચર્ચા વચ્ચે

કપિલ સિબલ, મનિષ તિવારી, શુત્રઘ્ન સિન્હા, સિંઘવી સહિતનાને આમંત્રણ અપાયું પણ કોઇ આવ્યું જ નહીં

બેઠક શરદ પવાર નહીં યશવંત સિંહાએ બોલાવી હતી, ત્રીજા મોરચાની કોઇ ચર્ચા નથી થઇ : એનસીપી સાંસદ માજિદ

નવી દિલ્હી : એનસીપી પ્રમુખ શરદ પવારના ઘરે મંગળવારે વીપક્ષની બેઠક મળી હતી. આ બેઠક દિલ્હીમાં તેમના સરકારી આવાસ પર યોજવામાં આવી હતી. આશરે અઢી કલાક સુધી ચાલેલી આ બેઠકમાં જોકે અનેક કદ્દાવર નેતાઓ હાજર નહોતા રહ્યા. 2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બેઠક બોલાવવામાં આવી હોવાની અટકળો છે. 

બેઠકમાં જે નેતાઓ હાજર રહ્યા તેમાં પવારના પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલે, કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા સંજય જા, એનસીપીના રાજ્યસભા સાંસદ માજિદ મેમન, સીપીઆઇ નેતા વિનય વિશ્વમ, સીપીએમ નેતા નિલોત્પલ બસુ, ટીએમસી નેતા યશવંત સિન્હા, એનીસીપીના સાંસદ વંદન ચવ્હાણ, ફારૂક અબ્દુલ્લા, આપના સુશિલ ગુપ્તા હાજર રહ્યા હતા.

મોટા ભાગના પક્ષોએ પોતાના સાંસદોને જ મોકલ્યા હતા જ્યારે મોટા નેતાઓ બેઠકથી દુર રહ્યા હતા. એવામાં એનસીપીના સાંસદ માજિદ મેમને દાવો કર્યો હતો કે આ બેઠક શરદ પવારે નહીં પણ યશવંત સિન્હાએ બોલાવી હતી જેઓ મોદી સરકારના ટિકાકાર રહ્યા છે.

માજિદ મેમણે દાવો કર્યો હતો કે આ બેઠકનો હેતુ મોદી સરકાર સામે મોરચો ખોલવાનો નહીં પણ મહત્વપૂર્ણ મદ્દાઓ પર ચર્ચા કરવાનો હતો. યશવંત સિન્હાએ જણાવ્યું કે મનીષ તિવારી, શત્રૂઘ્ન સિન્હા, અભિષેક મનુ સિંઘવી, કપિલ સિબ્બલ જેવા નેતાઓને પણ આમંત્રીત કર્યા હતા પણ તેઓ હાજર નહોતા રહ્યા.

કેમ કે કોઇ નેતા દિલ્હીમાં હાલ હાજર નથી. સપા નેતા ઘનશ્યામ તિવારીએ કહ્યું હતું કે અમે યશવંત સિન્હાને એક ટીમ બનાવવા માટે ઓથોરાઇઝ કર્યા છે. આ ટીમનું કામ દેશમાં ચાલી રહેલા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવાનું છે.