×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વોટ્સએપ પર મોકલેલા મેસેજમાં ભૂલ થઈ જાય તો ચિંતા નહીં, 15 મિનીટ સુધી થશે એડિટ, આવ્યું નવું ફીચર

image : Facebook


ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએસ દ્વારા અવારનવાર નવા નવા ફીચર રજૂ કરવામાં આવે છે. તાજેતરમાં તેણે જે ફીચર લાવ્યું છે તેનાથી તમને મોટો ફાયદો થશે. હવે તમે એકવાર મેસેજને સેન્ડ કરી દીધા પછી પણ તેને એડિટ કરી શકશો. વોટ્સએપ દ્વારા આ અંગે ફીચર લોન્ચ કરી દેવાયું છે. જોકે યૂઝર્સ મેસેજને સેન્ડ કર્યાની 15 મિનીટમાં જ એડિટ કરી શકશે. 

હાલમાં બીટા ટેસ્ટિંગ માટે વેબ વર્ઝન લોન્ચ કરાયું હતું, હવે સત્તાવાર રોલઆઉટ 

માહિતી અનુસાર આ ફીચર્સને હાલમાં બીટા ટેસ્ટિંગ માટે વેબ વર્ઝન લોન્ચ કરાયું હતું પરંતુ હવે તેને સત્તાવાર રીતે જાહેર કરાયું છે. વોટ્સએપએ એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે હવે તમે કોઈ ભૂલ કરો કે પછી તમારો વિચાર બદલાઈ જાય તો પણ તમે એકવાર મોકલી ચૂકેલા મેસેજને પણ એડિટ કરી શકશો. જોકે તેના માટે સમયમર્યાદા 15 મિનીટની જ રહેશે. 

રિસીવ કરનારને શું દેખાશે? 

માહિતી અનુસાર જે મેસેજને તમે એડિટ કર્યો હતો તે તમને અને રિસીવર બંનેને એડિટેડ મેસેજ હોવાની નોટિફિકેશન મોકલશે. જોકે અહીં ટ્વિસ્ટ એ રહેશે કે તમે એડિટ કર્યા પહેલા જે મેસેજ મોકલ્યો હશે તે આપમેળે ડિલીટ થઈ જશે. તે રિસીવરને જોવા નહીં મળે. ઉલ્લેખનીય છે કે મેસેજિંગ એપ પહેલાથી જ મોકલેલા મેસેજને ડિલીટ કરવાની સુવિધા આપે છે. હવે મેસેજને એડિટ કરવાની સુવિધા મળી જતાં એકવાર મોકલેલા મેસેજને ફરી લખવામાં સમય વેડફવો નહીં પડે. 

આ ફીચર કઈ રીતે કામ કરશે? 

વોટ્સએપનું આ ફીચર એપલ જેવું જ છે. એપલે iOS 16 સાથે ટેક્સ્ટ મેસેજને એડિટ કરવાની સુવિધા આપી હતી. મેસેજ એડિટ કરવા માટે એપલ યૂઝર્સ પાસે 15 મિનીટનો સમય હોય છે. આઈફોન યૂઝર્સ એક મેસેજને 5 વખત એડિટ કરી શકે છે પણ વોટ્સએપએ હાલમાં એવી કોઈ માહિતી નથી આપી કે મેસેજને કેટલીવાર એડિટ કરી શકાશે. મેસેજ એડિટ કરવા માટે યૂઝર્સે મેસેજને થોડીકવાર ટેપ કરવું પડશે. તેના પાછી પોપ-અપ ઓપ્શન દેખાશે જેમાં મેસેજ એડિટ કરવાનું ઓપ્શન મળશે. તેની મદદથી યૂઝર્સ મેસેજને એડિટ કરી શકશે.